- બથિંડામાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબ લખાય છે સોનાની શાહીમાં
- મનકીરત સિંહ સોનાની શાહીમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબ
- કોરોનામાં નોકરી ગુમાવી બુક કિપર તરીકે કામ કરવાનું શરુ કર્યુ
બથિંડાઃ કોરોના મહામારીમાં લોકો પાસેથી નોકરી અને રોજગારી છીનવી લાધી છે. ત્યારે અમુક લોકો નિરાશ થયા છે. તો અનેક લોકોએ પોતાની અંદર છુપાયેલી પ્રતિભા બહાર કાઢી છે. તો કોઈ લોકો રોજગારી અને ગુજરાન ચલાવાવા માટે મહેનત કરી રહ્યા છે. આમ કોરોના મહામારીમાં પંજાબના બથિંડાના ભગત ભાઈના રહેવાસી મનકીરત સિંહે એક અલગ જ માર્ગ અપનાવ્યો છે. તેઓ ગુરુમત સંગીત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓએ કોરોના કાળમાં પોતાની નોકરી ગુમાવી બુક કિપર તરીકે કામ કરવાનું શરુ કર્યુ હતુ. હાલ મનકીરત સિંહ શબ્દ ગુરુ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ જીને સોનેરી શાહીથી લખી રહ્યા છે.
આ પણ વાંચો: 'બાળ આર્યભટ્ટ' વિરાટ : શીખવાની જિજ્ઞાસાએ બનાવ્યો જીનિયસ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
હિંદુ પરિવારમાં થયો હતો મનકીરતનો જન્મ
મનકીરતનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો. પરંતુ ગુરુ ગ્રંથ સાહેબથી પ્રભાવિત થયા પછી, તેમણે શીખ ધર્મ અપનાવ્યો હતો. મનકિરતે આ કામ દોઢ વર્ષ પહેલા શરૂ કર્યું હતું અને આજ સુધી તેમણે લગભગ 1 હજાર 430 પાનામાંથી 270 પાનાઓ લખ્યા છે.
જયપુર અથવા કાશ્મીરમાં બનાવવામાં આવે કાગળ
મનકીરત સિંહે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યુ કે, સત્ગુરુની કૃપાથી મને આ વિચાર આવ્યો છે. આ સેવા માટે પ્રાચીન પ્રકારનું કાગળ કાં તો જયપુર અથવા કાશ્મીરમાં બનાવવામાં આવે છે. આ ચીજો લાવવા માટે ત્યાં ગયો અને તે જરુરી ચીજો વસ્તુ લાવ્યો. તે ચીજ વસ્તુઓ શોધવી ખૂબ મુશ્કેલ હતી.
અક્ષરો ઓછા પ્રકાશમાં પણ જોઈ શકાય
'આ 1 ઔસમાં, જેને 100 મિલિલીટર કહેવામાં આવે છે, તેમાં સોનું હોય છે. મેં તમને એમ જ બતાવ્યુ કે જો તમે તેમાં કલમ મુકો અને તેને 20 દિવસ સુધી ઘસશો તો તેમાં શુદ્ધ 24 કેરેટ સોનું ભળી જાય છે. તેથી સંગત તેને સોનેરી શાહી કહે છે. અમે સોનાને મિશ્રિત કરીએ છીએ જેથી તેના અક્ષરો ઓછા પ્રકાશમાં પણ જોઈ શકાય છે. પાણી પડે તો પણ ન શાહી ફેલાય એટલા માટે તેવા એક પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે.
દરરોજ બેથી ત્રણ કલાક લખી રહ્યા છે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ
તેમણે કહ્યું કે, તેઓ દરરોજ બેથી ત્રણ કલાક આ શૈલીમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબ લખી રહ્યા છે. તે આગામી 5-6 વર્ષમાં આ કામ પૂર્ણ કરશે. આમાં લગભગ 5 થી 6 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. કારણ એ છે કે જો આપણે સુવર્ણ કવર બનાવીએ, તો તેની કુલ અંદાજિત કિંમત 30-35 લાખ થશે.
આ પણ વાંચો: બઠિંડાની મહિલાની પહેલ, ઓટો રીક્ષા ચલાવી કરી રહી છે કમાણી
ગરીબી અને વેદના છતાં પણ ગુરુના વચનની સેવા કરવા માટે પોતાને સમર્પિત કરનારા મનકીરત સિંહ માને છે કે, આવનારી પેઢીને તેમના વારસો વિશે જાગૃત કરવુ જોઇએ જેથી તેઓ તેમના મૂળ સાથે જોડાયેલા રહી શકે.