- નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ કેન્દ્ર સરકાર પાસે કરી માગ
- ઓક્સિજન ક્વોટામાં વધારો કરવો જોઈએ
- હોસ્પિટલ પાસે મર્યાદિત ઓક્સિજનનો સંગ્રહ બાકી
નવી દિલ્હીઃ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ જણાવ્યું હતું કે, વધારે વપરાશના કારણે સામાન્ય કરતાં દિલ્હીને ફાળવવામાં આવેલો ઓક્સિજનનો પુરવઠો નોંધપાત્ર રીતે ઘટી રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરતની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 55થી 60 ટન ઓક્સિજનનો થઈ રહ્યો છે વપરાશ
ઓક્સિજન ક્વોટામાં વધારો કરવાની માગ
દિલ્હીની કેટલીક હોસ્પિટલો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે, તેમની પાસે ખૂબ જ મર્યાદિત સમય માટે ઓક્સિજનનો સંગ્રહ બાકી છે. દિલ્હી સરકારે ભારત સરકારને તાત્કાલિક દિલ્હી માટે ઓક્સિજન ક્વોટામાં વધારો કરવા જણાવ્યું છે.