ETV Bharat / bharat

Manipur Assembly Election Result 2022 : મુખ્યપ્રધાન બિરેન સિંહ પાંચમી વખત જીત્યા

મણિપુરના (Manipur Assembly Election Result 2022) મુખ્યપ્રધાન એન બિરેન સિંહે (Manipur Chief Minister Biren Singh won) સતત પાંચમી વખત તેમના હિંગાંગ મતવિસ્તારમાંથી જીત મેળવી છે. સિંહે તેમના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી પંજીજામ સરચચંદ્ર સિંહને 18000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા.

Manipur Assembly Election Result 2022 : મુખ્યપ્રધાન બિરેન સિંહ પાંચમી વખત જીત્યા
Manipur Assembly Election Result 2022 : મુખ્યપ્રધાન બિરેન સિંહ પાંચમી વખત જીત્યા
author img

By

Published : Mar 10, 2022, 4:29 PM IST

ઇમ્ફાલઃ મણિપુર વિધાનસભા ચૂંટણીમાં (Manipur Assembly Election Result 2022) મુખ્યપ્રધાન એન બિરેન સિંહ (Manipur Chief Minister Biren Singh won) 18,271 મતોની સરસાઈથી જીત્યા હતા. હિંગાંગ વિધાનસભા મતવિસ્તાર મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લા હેઠળ આવે છે. મણિપુરનો હિંગાંગ વિધાનસભા મત વિસ્તાર 60 વિધાનસભા બેઠકો સાથે સૌથી ગરમ બેઠકો પૈકીનો એક છે. બીજી તરફ રાજ્યમાં ભાજપ આગળ છે. તેને જોતા પાર્ટી સમર્થકો ઈમ્ફાલમાં જશ્ન મનાવી રહ્યા છે. ભાજપ 25 અને કોંગ્રેસ 11 સીટો પર આગળ છે.

આ પણ વાંચો: Uttarakhand Election Results 2022: AAP માટે નિરાશા, BJP આવશે ફરી સત્તામાં

મણિપુરના સીએમ એન બિરેન સિંહે સતત પાંચમી વખત જીત્યા

મણિપુરના (Manipur Assembly Election Result 2022) સીએમ એન બિરેન સિંહે સતત પાંચમી વખત તેમના હિંગાંગ મતવિસ્તારમાંથી જીત મેળવી છે. સિંહે તેમના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી પંજીજામ સરચચંદ્ર સિંહને 18000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા. જાણીતા ફૂટબોલર અને ભૂતપૂર્વ પત્રકાર, સિંઘે સૌપ્રથમ 2002 માં રાજકારણમાં પ્રવેશ કર્યો, જ્યારે તેઓ મણિપુર સ્થિત પ્રાદેશિક રાજકીય પક્ષ, ડેમોક્રેટિક રિવોલ્યુશનરી પીપલ્સ પાર્ટીમાં જોડાયા. સિંહ એ જ વર્ષે કોંગ્રેસમાં જોડાયા હતા અને તત્કાલિન મુખ્ય પ્રધાન ઓકરામ ઇબોબી સિંહના નેતૃત્વ હેઠળના કેબિનેટમાં તેમને રાજ્ય તકેદારી પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી.

બિરેન સિંહ સ્પોર્ટ્સ ક્વોટામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાયા હતા

રાજનીતિમાં જોડાતા પહેલા બિરેન સિંહ ફૂટબોલ પ્રત્યેના પ્રેમ માટે જાણીતા હતા. તેઓ સ્પોર્ટ્સ ક્વોટામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં (BSF) પણ જોડાયા હતા, પરંતુ બાદમાં પત્રકારત્વ માટે નોકરી છોડી દીધી હતી. સિંઘે 1992માં સ્થાનિક અખબાર, નાહરોલ્ગી થાઉડાંગ, સફળતાપૂર્વક શરૂ અને સંપાદિત કર્યું હતું અને 2001 સુધી તેના સંપાદક તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો: Uttarakhand Election Results 2022 : ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતની કારમી હાર

બિરેન સિંહે 2016માં જોડાયા હતા ભાજપમાં

2002 અને 2017 ની વચ્ચે સીએમ ઓકરામ ઇબોબી સિંહની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન બિરેન સિંહને સિંચાઈ અને પૂર નિયંત્રણ, યુવા બાબતો અને રમતગમત જેવા મહત્વપૂર્ણ વિભાગો આપવામાં આવ્યા હતા. બિરેન સિંહ તત્કાલિન મુખ્યપ્રધાન ઓકરામ ઈબોબી સિંહના નજીકના સહયોગીઓમાંના એક તરીકે પણ જાણીતા હતા. જો કે, સિંહે મતભેદોને કારણે 2016 માં કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો અને તે જ વર્ષે ભાજપમાં જોડાયા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.