ઇડુક્કી: કેરળના ઇડુક્કી જિલ્લામાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો (leopard attacks man ) અને પોતાનો જીવ બચાવવા માટે આ વ્યક્તિએ તે દીપડાને જ મારી નાખ્યો (man kills leopard) હતો. જિલ્લાના માનકુલમ વિસ્તારના રહેવાસી વ્યક્તિની ઓળખ ગોપાલન તરીકે થઈ છે. આ ઘટના શનિવારની સવારે બની હતી. જણવવામાં આવી રહ્યું છે કે, એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
દીપડાને મારી નાખ્યો : આ ઘટના અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જ્યારે તે દીપડાએ ગોપાલન પર હુમલો કર્યો, ત્યારે તેણે પોતાનો જીવ બચાવવા માટે દીપડાને મારી નાખ્યો હતો. આ દરમિયાન ગોપાલન પણ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગઈકાલે શુક્રવારે રાત્રે આ દીપડો પચાસ માઈલ નામના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં તેણે બે બકરાનું મારણ કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી માનકુલમ વિસ્તારમાં આ દીપડાનો આતંક ફેલાયો હતો. આ વિસ્તારમાં જંગલી પ્રાણી હોવાની બાતમી મળતા વન વિભાગની ટીમે આ વિસ્તારમાં અનેક જગ્યાએ કેમેરા લગાવ્યા હતા. આ કેમેરામાં દીપડાની તસવીરો પણ કેદ થઈ હતી, ત્યારબાદ વન વિભાગે તેને પકડવા માટે આ વિસ્તારમાં અનેક જગ્યાએ પાંજરા મુક્યા (Kerala tribal man leopard Attack) હતા.
સ્વ-બચાવનો દૃષ્ટિકોણ : વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરા કોઈ કામમાં ન આવ્યા અને દીપડો પકડાયો ન હતો. રાજ્યના વન પ્રધાન એકે સસેન્દ્રને આ મામલાની નોંધ લેતા કહ્યું કે, ગોપાલને પોતાનો જીવ બચાવવા માટે એક જંગલી પ્રાણીની હત્યા કરી છે, જેના માટે તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં. ગોપાલન સામે કોઈ કેસ નોંધવામાં આવશે નહીં. તેણે પોતાનો જીવ બચાવવા માટે દીપડા પર હુમલો કર્યો હતો અને તેનો જીવ બચી ગયો તે કોઈ ચમત્કારથી ઓછી નથી. વન પ્રધાને કહ્યું કે, સરકાર ગોપાલનના આ મામલાને સ્વ-બચાવના દૃષ્ટિકોણથી જોઈ રહી છે, જેના કારણે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, તેઓ ગોપાલનને કોઈપણ રીતે હેરાન કરવામાં આવશે નહીં.