કટિહારઃ બિહારના કટિહારમાંથી એક મહિલાની આંખો ફોડી (Man Stab Wood in Eyes of a Woman in Katihar) નાંખવામાં આવી છે. આ મામલો સામે આવતા સમગ્ર પ્રાંતમાં ચકચાર મચી જવા પામી છે. પીડિતાની પુત્રીના કહેવા મુજબ તેના ગામના મોહમ્મદ શમીમે તેની માતાની આંખો ફોડી નાંખી છે. તે જ સમયે યુદ્ધના ધોરણે મહિલાને કટિહારની સદર (Sadar Hospital Katihar) હોસ્પિટલમાં સારવાર હેતું એડમીટ કરવામાં આવી હતી. પણ મહિલાની સ્થિતિ ગંભીર જણાતા મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. આ મામલો પછી બિહારના અમદાબાદ (Bihar Police investigation) પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ SDM અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે થઈ ગઈ જોરદાર બબાલ, કહ્યું નોકરીમાંથી કઢાવીને દેખાડ
સાથે ન આવતા મામલો ગરમાયોઃ અમદાબાદ વિસ્તારના ડકરા ઈંગ્લીશ ડેમ પાસે આ ઘટના બની હતી. જિલ્લા પોલીસવડાએ કહ્યું કે, તાપસ માટે એક ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. પુત્રીની સામે માતાની આંખો ફોડી નાંખવામાં આવી છે. પીડિતાની 8 વર્ષની પુત્રી રેખા દેવીએ જણાવ્યું કે, રાત્રે લગભગ 12 વાગ્યાના સુમારે ગામના 45 વર્ષીય વ્યક્તિ મોહમ્મદ શમીમ તેના ઘરે પહોંચ્યો હતો. જે મારી માતાને દીદી કહીને બોલાવતો હતો. જ્યારે માતા અવાજ સાંભળીને બહાર આવી ત્યારે પોતાની પાસે થોડો સમય રોકાવવા માટે કહ્યું હતું. યુવાન માતા સાથે વાત કરવા માંગતો હતો પણ માતાએ ઈન્કાર કરી દીધો.
પુત્રીએ કહી વાતઃ પછી તે અંદર આવવા લાગતા આરોપીએ માતાને પકડી લીધી અને પોતાની સાથે લઈ જવા માટે જીદ કરવા લાગ્યો હતો. પછી તે માતાને ખેતરમાં લઈને ચાલ્યો ગયો હતો. જ્યાં એની બન્ને આંખ ફોડી નાંખવામાં આવી હતી. પીડિયાની દીકરીએ ઉમેર્યું કે, કૈસુદ્દીનનો પુત્ર શમીમ મારા ઘરે આવ્યો હતો. અમે સૂતા હતા એ સમયે માતાને પટવાનના ખેતરમાં લઈ ગયો હતો. પહેલા તેના હાથ બાંધ્યા અને પછી આંખમાં પાંદડાની ધારદાર દાંડી ખુંચાડીને આંખ ફોડી નાંખી હતી. એ માણસ મારા જ ગામનો છે. અમે તેને ઓળખીએ છીએ. પહેલા કોઈ ઝઘડો થયો ન હતો. અમે અમારી આંખોથી માતાની આંખો ફાડતા જોયા છે. મારા પાપા સુભાષ ચૌધરી દિલ્હી કમાવા માટે બહાર ગયા છે.
આ પણ વાંચોઃ સંજીવ ભટ્ટના 20 તારીખ સુધીના રિમાન્ડ મંજુર, કોર્ટ ગાદલું આપવા સહમત
પીડિતાની માતાએ કહ્યુંઃ મારી પુત્રી ઘરમાં સૂતી હતી ત્યારે તે એ વ્યક્તિ આવ્યો હતો. તેણે કહ્યું કે ચાલો ડેમ પર જઈએ પરંતુ તે તૈયાર ન હતી. પછી તેને બળજબરીથી પટુઆના ખેતરમાં લઈ ગઈ અને માર માર્યો. તેની આંખો પણ ફોડી નાખી. તેની સાથે શું ખોટું કર્યું. ઘટના બાદ પીડિતાની પુત્રીએ પરિવારના અન્ય સભ્યોને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં આરોગ્ય કેન્દ્ર લઈ ગયા ત્યારબાદ સદર હોસ્પિટલ ગયા. પરંતુ ત્યાં ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને મેડિકલ કોલેજમાં રીફર કરી.
શું કહે છે પોલીસ અધિકારીઃ આ વિશે માહિતી આપતા કટિહાર એસપી જિતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ આ મામલો પરસ્પર દુશ્મનાવટનો હોવાનું જણાય છે. જો કે પોલીસ દરેક મુદ્દા પર તપાસ કરી રહી છે. મહિલાના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે કે મહિલાનો પતિ 6 દિવસ પહેલા જ કામ માટે બહાર ગયો હતો. મહિલા તેની પુત્રી સાથે ડેમ પર મકાન બનાવીને રહેતી હતી. સંબંધીઓના નિવેદનના આધારે આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે.