રાયગઢ: આજકાલ છત્તીસગઢમાં ઘણા મોટા નેતાઓની અવર-જવર વધી ગઈ છે. મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બસ્તરની મુલાકાતે હતાં. ત્યારે હવે કોંગ્રેસના અધ્યશ્ર મલ્લિકાર્જુન ખડગે રાયગઢની મુલાકાતે આવ્યાં છે. ખડગે અત્યાર સુધીમાં ચાર વખત છત્તીસગઢની મુલાકાત લઈ ચુક્યાં છે. આજે રાયગઢમાં ભરોસાનું સંમેલનમાં તેઓ પાંચમી વખત આ વિસ્તારની મુલાકાતે આવ્યાં છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહદેવ, છત્તીસગઢના પ્રભારી કુમારી શૈલજા, વિધાનસભાના અધ્યક્ષ ચરણદાસ મહંત, પીસીસી ચીફ દીપક બૈજ સહિત કોંગ્રેસના તમામ નેતાઓ હાજર રહ્યાં છે.
રાયગઢમાં કોંગ્રસેનો 'ભરોસાનું સંમેલન' કાર્યક્રમ: કોડાતરાઈમાં ભરોસાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પ્રદેશના 3088 લાભાર્થીઓને 9 કરોડ 8 લાખ 35 હજારની સહાય રકમની ફાળવણી કરશે.
આ પહેલાં ક્યારે ક્યારે આવ્યાં મલ્લિકાર્જુન ખડગે : 28 સપ્ટેમ્બરે ખડગે બલૌદાબજારના શ્રમિક સંમેલનમાં સામેલ થવા માટે આવ્યાં હતાં. તેની પહેલાં રાજનંદગાંવમાં આોજીત ભરોસાનું સંમેલનમાં ખડગે સામેલ થયાં હતાં. આ ઉપરાંત ચાંપામાં ભરોસાનું સંમેલનમાં મલ્લિકાર્જુન ખડગે પહોંચ્યાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં બાદ સૌથી પહેલાં ખડગે નવા રાયપુરમાં આયોજીત કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં સામેલ થવા માટે આવ્યાં હતાં. ત્યારે ફરી એક વખત રાયગઢમાં ભરોસાનું સંમેલન કાર્યક્રમમાં ખડગે સામેલ થઈ રહ્યાં છે.
પાંચ રાજ્યોમાં છે વિઘાનસભાની ચૂંટણી: મહત્વપૂર્ણ છે કે, છત્તીસગઢ સહિત આગામી પાંચ રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ત્યારે પોતાની સત્તા જાળવવાની સાથે અન્ય રાજ્યોમાં સત્તા હસ્તાંતરણ કરવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે.