- રાજસ્થાનમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારો જજ જિતેન્દ્ર ગુલિયા ઝડપાયો
- રાજસ્થાન પોલીસે આરોપી જજને જયપુરથી ઝડપી પાડ્યો
- પોલીસ દુષ્કર્મના આરોપી 2 કારકુનની પોલીસ તપાસ કરી રહી છે
ભરતપુર (રાજસ્થાન): સગીરા સાથે દુષ્કર્મ (rape of minor child)નો આરોપી જજ જિતેન્દ્ર ગુલિયા (Judge Jitendra Gulia)ને પોલીસે જયપુરથી ઝડપી પાડ્યો છે. પોલીસ ધરપકડ કરાયેલા જજને ભરતપુર લઈને આવશે. જ્યારે પીડિત સગીર બાળક આગરાથી એમ્બુલન્સમાં ભરતપુર પહોંચ્યો હતો. અહીં આજે સગીર બાળકની ધારા 164નું નિવેદન થશે. પોલીસ દુષ્કર્મના આરોપી 2 કારકુનની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ સુરતમાં 11 વર્ષીય વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
હાઈકોર્ટ જયપુરમાં હાજરી આપતા વખતે આરોપી જજ જિતેન્દ્ર ગુલિયા ઝડપાયો
પોલીસ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, દુષ્કર્મના આરોપી જજ જિતેન્દ્ર ગુલિયાની પોલીસે જયપુરથી ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, જિતેન્દ્ર ગુલિયા સસ્પેન્ડ થયા પછી હાઈકોર્ટ જયપુરમાં (High Court Jaipur) હાજરી આપવા આવ્યો હતો. તે સમયે પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ સગીરાને દુષ્કર્મી શિક્ષકથી બચાવવાની વાત કહી ત્રણ યુવકે પણ સગીરા સાથે કર્યું કૃત્ય
પોલીસ આરોપી જજને ભરતપુર લાવશે
પોલીસ ઝડપાયેલા આરોપી જજ જિતેન્દ્ર ગુલિયાને આજે ભરતપુર લઈને આવશે. જ્યારે પીડિત સગીર બાળકને તેના પરિવારજનો એમ્બુલન્સમાં બેસાડીને આગરાથી ભરતપુર લઈને આવ્યા હતા. બાળકની તબિયત વધુ ખરાબ હોવાના કારણે ઓક્સિજન લગાવીને બાળકને ભરતપુર લાવવામાં આવ્યો હતો. અહીં બાળકનું નિવેદન લેવાશે.
દુષ્કર્મની ઘટના પછી 2 કારકુન ફરાર
ઉલ્લેખનીય છે કે, જજ જિતેન્દ્ર ગુલિયા અને 2 કારકુન રાહુલ કટારા અને અંશુલ સોનીએ ધોરણ 7ના બાળકોની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના પછી બંને કારકુન ફરાર છે. જોકે, પોલીસ બંને આરોપીની તપાસ કરી રહી છે. આજે પીડિત બાળકોનું પણ કોર્ટમાં નિવેદન નોંધાશે.