ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં રાજકીય 'દંગલ', જાણો ખરેખર શું બન્યું હતું જેથી ધારાસભ્યો સુરત દોડ્યા - મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર સંકટમાં (Maharashtra Politics 2022) હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે શિવસેનાના (Shivsena Eknath Shinde) પ્રધાન એકનાથ શિંદે અને તેમના પક્ષના કેટલાક ધારાસભ્યોએ સુરતમાં (Eknath Shinde in Surat With MLA) ધામા નાંખી દીધા છે. જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. શંકાસ્પદ ક્રોસ વોટિંગના એક દિવસ પછી આ પરિણામ સામે આવતા અનેક પાસાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. પણ સૌથી વધુ ચર્ચાતો મામલો સુરતમાં ધારાસભ્યોને રાતોરાત લાવવાનો રહ્યો છે.

મહારાષ્ટ્રમાં રાજકીય 'દંગલ', જાણો ખરેખર શું બન્યું હતું જેથી ધારાસભ્યો સુરત દોડ્યા

author img

By

Published : Jun 21, 2022, 3:40 PM IST

મુંબઈ/સુરત: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયાનું સામે આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક ચહલપહલ (Maharashtra Politics Crises 2022) મચી ગઈ છે. આ મામલે શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shivsena Sanjau Raut) ભાજપના નેતા પાટીલ પર નિશાન તાક્યું છે. આ મામલે હજું શિંદેએ હજુ (Eknath Shinde Maharashtra) પોતાની કોઈ સ્પષ્ટતા કરી નથી. મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાંત પાટીલે ચાલુ રાજકીય ઘટનાક્રમ સાથે તેમના પક્ષની કોઈ પણ લિંકને નકારી કાઢી હતી. પરંતુ એમ પણ કહ્યું હતું કે જો શિંદે તરફથી સરકાર બનાવવાની દરખાસ્ત આવશે તો ભાજપ "ચોક્કસપણે વિચારણા" કરશે.

આ પણ વાંચો: Eknath Shinde Latest News : અમે બાળાસાહેબના કટ્ટર શિવસૈનિક છીએ, એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું

કોની પાસે કેટલા ધારાસભ્યો: સરકારનું નીચું દેખાડવાનો પ્રયાસ: રાજધાની દિલ્હીમાંથી NCP સુપ્રીમો શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારને નીચે ખેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવું ત્રીજી વખત થઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે પરિસ્થિતિને સંભાળશે એ શિવસેનાની એક આંતરીક બાબત રહેશે. 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકમાં શિવસેના પાસે 55 ધારાસભ્યો, NCP 53, કોંગ્રેસ 44, બહુજન વિકાસ આગાદી પાસે 3, સમાજવાદી પાર્ટી, AIMIM અને પ્રહાર જનશક્તિ પાર્ટીના બે-બે ધારાસભ્યો છે. MNS, CPI-M, PWP, સ્વાભિમાની પક્ષ, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, જનસુરાજ્ય શક્તિ પાર્ટી અને ક્રાંતિકારી શેતકરી પક્ષ પાસે એક-એક ધારાસભ્ય છે. 13 અપક્ષ ધારાસભ્યો છે.

ભાજપ પાસે 106: મહારાષ્ટ્રમાં ભાજપ વિપક્ષમાં છે. વિપક્ષ ભાજપ પાસે 106 ધારાસભ્યો છે. NCP અને કોંગ્રેસના નેતાઓ, MVA ના અન્ય ઘટકો એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સ્થિરતા માટે કોઈ ખતરો નથી. પણ હકીકત એવી પણ છે કે, હજુ સુધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. સેના આ રાજકીય અશાંતિને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહી છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે શિંદે સાથે સંપર્ક કરાયો છે, જેમને બાળાસાહેબ ઠાકરેના વફાદાર શિવસૈનિક તરીકે કામ કરેલું છે.

આ પણ વાંચો: દાઝ્યા પર ડામ, શિવસેનાના ધારાસભ્યોને મળવા પહોંચ્યા ભાજપ MLA

'વર્ષા'માં બેઠક: શિંદે અને પક્ષના કેટલાક ધારાસભ્યોના અચાનક ગુમ થવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' ખાતે પક્ષના ધારાસભ્યો અને નેતાઓ સાથે યુદ્ધના ધોરણે બેઠક યોજી હતી. શિંદે સાથે કેટલા ધારાસભ્યો કેમ્પ કરી રહ્યા છે તે સ્પષ્ટ નથી. પરંતુ શિવસેનાના ઘણા ધારાસભ્યો પોતાના વલણને લઈ અસ્પષ્ટ છે. NCPના વરિષ્ઠ નેતા અને રાજ્ય પ્રધાન છગન ભુજબળે જણાવ્યું કે તેમની પાર્ટીના ધારાસભ્યો અકબંધ છે. ભુજબળ અને રાજ્યના કોંગ્રેસના નેતા નાના પટોલેએ એમવીએ સરકારને કોઈ પણ ખતરો નથી. કોંગ્રેસના મંત્રી બાલાસાહેબ થોરાટે કહ્યું કે તેમની પાર્ટી શિવસેનાના વિકાસ પર નજીકથી નજર રાખી રહી છે અને તેઓએ મુખ્યપ્રધાન સાથે વાત કરી છે. જો જરૂર પડશે તો એમવીએની બેઠક યોજવામાં આવશે.

ભાજપ સફળ કોંગ્રેસને ફટકો: થોરાટે એમ પણ કહ્યું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મુંબઈમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. વિધાન પરિષદની ચૂંટણીમાં MVA ને આંચકો લાગ્યો છે. જેનું પરિણામ સોમવારે રાત્રે જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં, ભાજપે ચાર ઉમેદવારોને જીતાડવા માટે કામગીરી કરી હતી. આ ચૂંટણીમાં ભાજપે પાંચ બેઠકો મેળવી લીધી. શિવસેના અને NCPએ બે-બે બેઠકો જીતી હતી. તેના બે ઉમેદવારોમાંથી એક હારી જતાં કોંગ્રેસને સીધો ફટકો પડ્યો. શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે શિંદે સોમવારે સાંજે 5 વાગ્યા સુધી સીએમ ઠાકરે સાથે વિધાનસભા ભવન ખાતે હાજર હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારને પાડી દેવા ઘેલા થયેલા પાટીલે યોગ કાર્યક્રમ પણ અધૂરો છોડ્યો...

સંજયની શિંદે સાથે વાતચીત: આ સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે અને શિવસેનાના અન્ય કેટલાક ધારાસભ્યો ગુજરાતના મહાનગર સુરતમાં આવેલી લે મેરેડિયનમાં પહોંચ્યા હતા. જ્યાં મહત્ત્વની બેઠક પણ યોજી હતી. શિવસેનાના નેતૃત્વથી નારાજ ધારાસભ્યો સોમવારે રાત્રે સુરત પહોંચ્યા હતા અને લે મેરેડિયન હોટેલમાં બેઠક કરી હતી. ધારાસભ્યોની આ ટીમમાં મહારાષ્ટ્ર સરકારના પ્રધાન એકનાથ શિંદે પણ છે. હોટલની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બાદમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે શિંદે મુંબઈમાં નથી, પરંતુ તેમની સાથે વાતચીત થઈ ગઈ છે.

ભાજપ પર ઠીકરૂં ભાંગ્યું: કોંગ્રેસના એક પ્રધાને એવું કહ્યું કે શિંદે છેલ્લા એક અઠવાડિયાથી નારાજ થયા છે. પાર્ટીની સિસ્ટમ સામે એમની નારાજગી સ્પષ્ટ છે. એવો દાવો કર્યો કે શિવસેના નેતા નાયબ મુખ્યપ્રધાનનું પદ ઈચ્છતા હતા. શિંદે, શિવસેના સરકારમાં વરિષ્ઠ પ્રધાન, મુંબઈના સેટેલાઇટ શહેરોમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. ચોક્કસ વિસ્તારમાં એમની સારી એવી છાપ છે. પોલીસે થાણેમાં આવેલા એમના નિવાસની બહાર સુરક્ષા વધારી દીધી છે. રાઉતે વર્તમાન રાજકીય પરિસ્થિતિ માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની જેમ MVA સરકારને તોડી પાડવાના ભાજપના પ્રયાસો સફળ થશે નહીં.

આ પણ વાંચો: શું ગુજરાત સંભાળશે મહારાષ્ટ્ર સરકારના બાગી ધારાસભ્યો?, 105 MLAને સાણંદના રિસોર્ટમાં લાવવાની ઉડી વાત...

ભાજપની રીએક્શન: આ દરમિયાન, મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાંત પાટીલે કહ્યું, "ભાજપને શિંદે એપિસોડ સાથે કોઈ લેવાદેવા નથી. જો કે, જો ભાજપ એકનાથ શિંદે તરફથી સરકાર બનાવવાની કોઈ દરખાસ્ત આવશે તો અમે ચોક્કસપણે તેના પર ગંભીરતાથી વિચાર કરશે. અમે બધાએ ભૂતકાળમાં સાથે કામ કર્યું છે, તેથી તેમની સાથે કામ કરવું અને સરકાર ચલાવવી તે વધુ સારું રહેશે." પાટીલે સંજય રાઉત પર આરોપ લગાવ્યો હતો કે શિવસેના અને ભાજપ વચ્ચેના ખટાશભર્યા સંબંધો માટે એ જ જવાબદાર છે. ભાજપના નેતાએ એવો દાવો કર્યો હતો કે, "તે (રાઉત) રાજ્યને ઘણું નુકસાન પણ કરી રહ્યા છે. તે કોઈના વતી કરી રહ્યા છે,"

રાણેનું ટ્વિટ: શિવસેનાએ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી મુખ્યપ્રધાન પદની વહેંચણીના મુદ્દે તેના લાંબા ગાળાના સહયોગી ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા છે. આ પણ હકીકત છે. શિવસેનાએ બાદમાં રાજ્યમાં સરકાર બનાવવા માટે NCP અને કોંગ્રેસ સાથે જોડાણ કર્યું. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સભ્ય નારાયણ રાણે એકનાથ શિંદેના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યા. નારાયણ રાણેએ ટ્વિટ કર્યું હતું કે, "શાબાશ એકનાથજી. તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો. નહિંતર, ટૂંક સમયમાં તમે આનંદ દિઘે જેવા થઈ ગયા હોત. થાણેના શિવસેનાના નેતા દિઘેનું 2001માં અવસાન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.