ETV Bharat / bharat

પરમવીરના ઈ-મેઈલ ID પરથી નથી મળ્યો પત્ર, તેની તપાસ થશે: મહારાષ્ટ્ર CM કચેરી - SUV case

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કાર્યાલયે માહિતી આપી હતી કે, પરમવીર સિંહનો પત્ર આજે એક અલગ ઇમેઇલ પરથી મળ્યો છે. તેના ઓફિશિયલ અકાઉન્ટ પરથી મેઈલ આવ્યો નથી. તેથી નવા મેઇલની તપાસ કરવાની જરૂર છે.

MAHARASHTRA GOVERNMENT
MAHARASHTRA GOVERNMENT
author img

By

Published : Mar 21, 2021, 11:04 AM IST

  • પરમવીરના ઈ-મેઈલ ID પરથી નથી મળ્યો પત્ર
  • પરમવીરના ઈ-મેઈલ ID પરથી નથી મળ્યો પત્ર, તેની તપાસ થશે
  • મહારાષ્ટ્ર CM કચેરી કરશે તપાસ

મુંબઈ: મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહના આરોપો અંગે મહારાષ્ટ્ર સરકારે જવાબ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યા અનુસાર, સિંહનો પત્ર એક અલગ ઇ-મેઇલ સરનામાં દ્વારા મળ્યો હતો. તેના ઓફિશિયલ અકાઉન્ટ પરથી મેઈલ આવ્યો નથી. પત્ર પર તેની સહી પણ નથી. નવું ઇ-મેઇલ સરનામું તપાસવાની જરૂર છે. તેથી ગૃહ મંત્રાલય તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પરમવીરના ઈ-મેઈલ ID પરથી નથી મળ્યો પત્ર

અગાઉ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો છે કે, પ્રધાન અને તેમની ટીમના સભ્યે સચિન વાજેને બાર અને હુક્કા પાર્લરો પાસેથી દર મહિને 100 કરોડની વસૂલાત કરવાનું કહ્યું છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 'લેટર બોમ્બ': ગૃહપ્રધાન દેશમુખે કહ્યું કે- 100 કરોડની જરૂર છે-પરમવીરે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો

પરમવીર સિંહે દેશમુખની ટિપ્પણી પર કર્યા આકરા પ્રહારો

સિંહે દેશમુખની ટિપ્પણી પર પણ આકરા પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે સિંહની બદલી વહીવટી હેતુ માટે નહીં પરંતુ તેમની ટીમે 'અક્ષમ્ય ભૂલ' માટે કરી હતી. મુંબઈના ભૂતપૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આઠ પાનાનો પત્ર લખ્યો છે, જેમાં તેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

પરમવીરના ઈ-મેઈલ ID પરથી નથી મળ્યો પત્ર તેની બાબતની તપાસ થશે

સિંહ પર પલટવાર કરતા દેશમુખે ટ્વિટ કર્યું હતું કે, મુંબઈ પોલીસના પૂર્વ વડાએ SUV કેસમાં કાર્યવાહી અને મનસુખ હિરેનના મૃત્યુ સંબંધિત કેસમાં પોતાને બચાવવા માટે તેમના પર ખોટા આક્ષેપો કર્યા હતા.

આ પણ વાંચો: મુંબઈ પોલીસે નકલી TRP કૌભાંડનો પર્દાફાશ કર્યોઃ પોલીસ કમિશનર પરમવીર સિંહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.