- ઉદ્ધવ સરકારે રાજ્યમાં લોકડાઉનને લઈને લીધો મહત્વનો નિર્ણય
- મહારાષ્ટ્રમાં ગુરૂવારે રાત્રે 8 વાગ્યાથી 1લી મે સુધી લોકડાઉન અમલવારી
- રાજ્યમાં 18 એપ્રિલના રોજ સંક્રમણના સૌથી વધુ 68,631 કેસ નોંધાયા
મુંબઇ (મહારાષ્ટ્ર): રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે સરકારે કડક નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે, આજે ગુરૂવારે રાત્રે 8 વાગ્યાથી 1લી મે સુધી લોકડાઉન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન અંગે SOP પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રે 7 રાજ્યોને સંવેદનશીલ સ્થળ જાહેર કર્યા
મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ
રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપી હતી કે, બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના 67,468 નવા કેસો સામે આવતા કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 40,27,827 થઈ ગઈ છે. આ સિવાય 568 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાની તરફેણમાં નથી NCP
રાજ્યમાં 18 એપ્રિલના કોરોનાના સૌથી વધુ કેસ
તેમણે કહ્યું કે, રાજ્યમાં 18 એપ્રિલના રોજ સંક્રમણના સૌથી વધુ 68,631 કેસ નોંધાયા હતા. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, 568 દર્દીઓનાં મોત બાદ કુલ મૃતકોની સંખ્યા વધીને 61,911 થઈ ગઈ છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, દિવસમાં 54,985 લોકોના સ્વસ્થ થવાથી કુલ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 32,68,449 થઈ ગઈ છે.
હાલ, મહારાષ્ટ્રમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 6,95,747 છે. મુંબઈમાં કોરોનાના 7,654 નવા કેસો સામે આવવાથી કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 6,01,713 થઈ ગઈ છે.
આ સિવાય 62 દર્દીઓનાં મોત બાદ મૃતકોની સંખ્યા 12,508 પર પહોંચી ગઈ છે.