ETV Bharat / bharat

'હું મોદીને મારી શકું છું, ગાળો આપી શકું છું' પર હંગામો થતાં નાના પટોલેએ કર્યો ખુલાસો

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ (maharashtra congress president) તેમના વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટીકરણ (Nana Patole clarified on his controversial statement) આપ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે 'હું મોદીને મારી શકું છું અને તેમને ગાળો પણ આપી શકું છું'. તેમનું કહેવું છે કે, તેઓ વડાપ્રધાન મોદીની નહીં પણ સ્થાનિક ગુંડાની વાત કરી રહ્યા હતા.

Maharashtra Congress President Nana Patole

author img

By

Published : Jan 18, 2022, 11:59 AM IST

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ (Nana Patole controversial statement) તેમના નિવેદનમાં કહ્યું હતું કે, 'હું મોદીને મારી શકું છું અને તેમને ગાળો પણ આપી શકું છું'. નિવેદન પર વધી રહેલા વિવાદને જોતા સ્પષ્ટતા આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નહીં પરંતુ તેમના વિસ્તારના મોદી સરનેમવાળા ગુંડા વિશે વાત કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નાના પટોલેના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ ભાજપે તેમના વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.

  • माझ्या मतदारसंघातील मोदी नावाच्या स्थानिक गुंडाबाबत नागरिकांनी माझ्याकडे तक्रारी केल्या असता मी त्यांच्याशी बोलतानाचा व्हिडीओ खोडसाळपणे सोशल मीडियावर व्हायरल केला जात आहे.

    मी पुन्हा स्पष्ट करतो मी तिथे पंतप्रधान मोदींबद्दल नाही,तर मोदी नावाच्या स्थानिक गुंडाबाबत बोलत होतो.

    — Nana Patole (@NANA_PATOLE) January 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નેતાઓ તેમની એક પેઢીને 5 વર્ષમાં સાચવે છે: નાના પટોલે

મહારાષ્ટ્રના (maharashtra congress president nana patole) ભંડારા જિલ્લામાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ માટે પ્રચાર કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કાર્યકરોની સામે કહ્યું, હું 30 વર્ષથી રાજકારણમાં છું. આ નેતાઓ તેમની એક પેઢીને 5 વર્ષમાં સાચવે છે. હું આટલા વર્ષોથી રાજનીતિ કરી રહ્યો છું પરંતુ મારા નામની શાળા નથી. મેં એક પણ કરાર કર્યો નથી. જે પણ મદદ માંગવા આવ્યો તેને હંમેશા મદદ કરી છે. તેથી હું મોદીને મારી શકું છું અને ગાળો પણ આપી શકું છું. એટલા માટે મોદી પણ અહીં મારા વિરુદ્ધ પ્રચાર કરવા આવ્યા હતા.

'વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધાવવો જોઈએ'

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો હતો. ભાજપના નેતાઓએ તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભાજપે કહ્યું કે, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે સામે મુખ્યપ્રધાનને થપ્પડના નિવેદન પર કેસ નોંધવામાં આવ્યો હતો, તેથી નાના પટોલે પર પણ વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધાવવો જોઈએ.

વડાપ્રધાન મોદીને લઈને આવું કોઈ નિવેદન આપ્યું નથી: નાના પટોલે

આ પછી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ધારાસભ્ય નાના પટોલેએ વિવાદિત નિવેદન પર સ્પષ્ટીકરણ (Nana Patole clarified on his controversial statement) આપ્યું છે. તેણે કહ્યું, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું તે વિસ્તારના એક સ્થાનિક ગુંડાની વાત કરી રહ્યો છું, જેનું નામ મોદી છે. મેં વડાપ્રધાન મોદીને લઈને આવું કોઈ નિવેદન આપ્યું નથી. મારા મતવિસ્તારના લોકોએ મને મોદી નામના સ્થાનિક ગુંડા વિશે ફરિયાદ કરી હતી. હું તેના વિશે વાત કરતો હતો. તેનો વીડીયો બનાવીને મારી વિરૂદ્ધ ષડયંત્ર રચીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.

નાના પટોલે વડાપ્રધાન મોદીના વિરોધમાં કોંગ્રેસમાં જોડાયા હતા

ઉલ્લેખનીય છે કે, નાના પટોલે 10 વર્ષ સુધી ભાજપમાં રહ્યા હતા. ભંડારાથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેઓ વડાપ્રધાન મોદીના વિરોધમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

આ પણ વાંચો: Gujarat Weather Report : રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, જાણો આજનું તાપમાન

આ પણ વાંચો: Unseasonal Rain in Kutch : કચ્છ જિલ્લામાં આગામી 5 દિવસોમાં વરસી શકે છે કમોસમી વરસાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.