ETV Bharat / bharat

Maharashtra News : મુંબઈમાં સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરતા પિતા અને પાડોશીની ધરપકડ - Raped by father and neighbor in Mumbai

મહારાષ્ટ્રમાં 17 વર્ષની છોકરીએ તેના પિતા અને પાડોશી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે યુવતી ગર્ભવતી બની. પોલીસે આરોપી પિતા અને પાડોશીની ધરપકડ કરી લીધી છે.

Maharashtra News : મુંબઈમાં સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરતા પિતા અને પાડોશીની ધરપકડ

author img

By

Published : Jun 24, 2023, 9:59 PM IST

મુંબઈ : એક સગીર છોકરીએ તેના પિતા અને પાડોશી પર અનેકવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે યુવતી ગર્ભવતી બની અને તેણે તેની માતાને આપતિની વાત કહી. આ કેસમાં તિલક નગર પોલીસે બાળકીના પિતા અને તેના પાડોશીની ધરપકડ કરી છે.

વારંવાર દુષ્કર્મ : તિલક નગર પોલીસના જણાવ્યા અનુસાર, પડોશમાં રહેતા 32 વર્ષીય વ્યક્તિએ પીડિતાના પરિવારને ફેબ્રુઆરી 2023માં યુવતી સાથે લગ્ન કરવાની તેની ઈચ્છા વિશે જણાવ્યું હતું. ત્યારથી બંનેએ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા. ત્યારપછી તેણે પીડિતાને તેની જાતીય પસંદગીઓ વિશે જણાવ્યું. પોલીસને આપેલા પોતાના નિવેદનમાં પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 'તેણે કહ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરશે, પછી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું.

દીકરી તેના પિતા સાથે ઘરે : જોકે, ડરના કારણે તે તેના પરિવારને ઘટના વિશે જણાવી શકી ન હતી. 28 ફેબ્રુઆરીના રોજ પીડિતાની માતા કામ માટે બહાર ગઈ હતી અને છોકરી તેના પિતા સાથે ઘરે હતી. તેણે આરોપ લગાવ્યો કે, બંને વચ્ચે ઝઘડો થયા બાદ તેના પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. જોકે, તે આ વાત તેના પરિવાર કે મિત્રોને જણાવી શકી ન હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી : આ અઠવાડિયાની શરૂઆતમાં જ્યારે તેણીને ખબર પડી કે તે ગર્ભવતી છે, ત્યારે તેણે હિંમત રાખીને અને તેની માતાને બધું કહ્યું. આ પછી તરત જ માતા-પુત્રી બંને પાડોશી અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તિલક નગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગુરુવારે સાંજે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. તિલક નગર પોલીસે જણાવ્યું કે તેણે પૂછપરછ દરમિયાન ગુનો કબૂલી લીધો છે. બંને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (દુષ્કર્મ), 376 (2) (એફ), 376 (2) (જે) અને પોક્સો એક્ટની કલમ 4, 6, 8 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  1. Kutch Crime : દિલીપ આહીર આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા, આરોપીએ જેલમાં બેસીને રચ્યું કાવતરૂં, જૂઓ સમગ્ર મામલો
  2. Surat Crime: સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ, CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.