- મય્યડ ટોલ પર 7 એપ્રિલના રોજ થશે મહિલા ખેડૂતોની મહાપંચાયત
- કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન 103મા દિવસે પણ યથાવત
- ખેતી માટે જીવ આપી દેવો પડે તો પણ આપી દેશું: રેશ્મા કંબોજ
હિસાર: હરિયાણામાં સિરસા હાઈવેના ચિકનવાસ ટોલ ઉપર કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોની હડતાલ 103મા દિવસે પણ યથાવત છે. આંદોલનનું નેતૃત્વ ખેતી બચાવો સંઘર્ષ સમિતિ ફિરોજપુરના વડા દલજીતસિંઘ, , મહિલા ખેડૂત આગેવાન રેશ્મા કંબોજ, સતબીર ડૂડી કરી રહ્યા છે. આ સાથે જ વિરોધ પ્રદર્શન સ્થળે 7 એપ્રિલના રોજ યોજાનારી મહિલાઓની મહાપંચાયતની પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.
મહિલાઓએ આ આંદોલનની કમાન સંભાળી લીધી છે
ધરણાની આગેવાની કરતી રેશ્મા કંબોજે કહ્યું કે, આપણે આપણી ખેતી બચાવવી છે. ભલે આ માટે આપણે પોતાનો જીવ પણ કેમ ગુમાવવો ન પડે. રેશ્મા કંબોજે જણાવ્યું કે, મહિલાઓએ આ આંદોલનની કમાન સંભાળી લીધી છે.
આ પણ વાંચો: આંદોલનના 96માં દિવસે ખેડૂતો 'મજદૂર કિસાન એકતા દિવસ' ઉજવશે
ખેડૂતો આંદોલન તીવ્ર બનાવવા 23થી 27 ફેબ્રુઆરી સુધી કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી
કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવવા 23થી 27 ફેબ્રુઆરી સુધી અનેક કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત આજે એટલે કે 27મી ફેબ્રુઆરીએ 'મજદૂર કિસાન એકતા દિવસ' ઉજવશે.
કિસાન મોરચાએ કાર્યક્રમની જાહેરાત કરી હતી
યુનાઇટેડ કિસાન મોરચા (એસકેએમ)ના તેમના સૂચિત કાર્યક્રમના ભાગ રૂપે, 23 ફેબ્રુઆરીએ 'પઘડી સંભાલ ડે' અને 24 ફેબ્રુઆરીએ 'દમન વિરોધી દિવસ' મનાવવામાં આવ્યો હતો. જેમાં ખેડૂત આંદોલનને દબાવવા સામે ખેડુતો અને નાગરિકો વિરોધ કરશે. મોરચાએ જણાવ્યું હતું કે, 26 ફેબ્રુઆરીએ 'યુવા કિસાન દીવસ' ઉજવવામાં આવશે. આ દિવસે એસ.કે.એમ.ના તમામ મંચ યુવાનો દ્વારા સંચાલિત કરવામાં આવશે. અને ગુરુ રવિદાસ જયંતી અને શહીદ ચંદ્રશેખર આઝાદના 27 ફેબ્રુઆરીના શહીદ દિવસ તેમજ મજદૂર કિસાન એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: હરીયાણના કૈથલમાં ખેડૂત મહાપંચાયત, હજારો લોકો મહાપંચાયત જોડાયા
ખેડૂત આંદોલનના ભાગરુપે હરીયાણના કૈથલમાં યોજાઈ મહાપંચાયત
હરીયાણાના કૈથલના ચક્કૂ લદાના ગામમા ખેડૂત મહાપંચાયતનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં ખેડૂત નેતા ગુરનામ ચઢૂનીએ પણ ભાગ લીધો. ગુરનામ ચઢૂનીએ કહ્યું હતું કે, જ્યાં સુધી ત્રણ કૃષિ કાનૂન પાછા નહીં લેવામાં આવે ત્યા સુધી આંદોલન યથાવત્ રહેશે.