- મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં થઈ રહ્યો છે વધારો
- મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ રહેવાના હતા હાજર
- ખેડૂત નેતાઓને રોકવામાં આવશે તો ધરણાં કરીશુંઃ સંયુક્ત કિશાન મોરચા
મુંબઈઃ ખેડૂત નેતા રાકેશ ટિકૈતની મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં કિસાન મહાપંચાયત યોજાઈ હતી, જેને રદ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા આ મહાપંચાયત રદ કરવામાં આવી છે. રાકેશ ટિકૈતે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી હતી. શરૂઆતમાં તંત્ર દ્વારા પરવાનગી આપવામાં નહતી આવી, પરંતુ ત્યારબાદ ઈનડોર સભા કરવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ હવે કોરોનાના કારણે આ સભા પણ રદ કરી દેવાઈ છે.
અમે જનસભા કરવાના નિર્ણય પર અડગ છીએઃ સંયુક્ત કિસાન મોર્ચા
આયોજક સંયુક્ત કિસાન મોરચાએ શુક્રવારે કહ્યું હતું કે, અમે જનસભા કરવાના નિર્ણય પર અડગ છીએ. જો ટિકૈત અને અન્ય નેતાઓને યવતમાલમાં રોકવામાં આવશે તો અમે ધરણા કરીશું.
યવતમાલમાં કોરોના કેસ વધતા સ્કૂલો પણ બંધ
ઉલ્લેખનીય છે કે, યવતમાલ જિલ્લા તંત્રએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી લોકોની ભીડ એકઠી થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ દસ દિવસ માટે સ્કૂલ પણ બંધ કરી દેવાઈ છે. સંયુક્ત કિસાન મોરચાના મહારાષ્ટ્રના સંયોજક સંદીપ ગડ્ડીએ કહ્યું, અમે આ સભા કરવા માટે અડગ છીએ.