ઉતરપ્રદેશ: એક બાજુ દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીનું પોસ્ટર વોર ચાલી રહ્યું છે. તો બીજી બાજુ મહંત સ્વામી પરમહંસ દાસએ બુધવારે એટલે કે આજે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી સહિત રાહુલ અને પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. મહંત પરમહંસ દાસે કહ્યું કે હવે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે અને તેની સાથે દરેક લોકોને કામ મળશે. વધુમાં કહ્યું કે સોનિયાના બાળકોમાં બોલવાની રીતભાત નથી.
જાગૃતિ અભિયાન: અયોધ્યાના તપસ્વી છાવણીના મહંત સ્વામી પરમહંસ દાસ બુધવારે જિલ્લામાં વડાપ્રધાન મોદીની લોક કલ્યાણકારી યોજનાઓ અંગે ચલાવવામાં આવી રહેલા જાગૃતિ અભિયાનના ભાગરૂપે ઉતરપ્રદેશમાં આવેલા ગોંડા પહોંચ્યા હતા. ટાઉનહોલમાં કાર્યક્રમ યોજીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ભાજપ સરકારની નીતિઓથી માહિતગાર કરાયા હતા. જાગૃતિ અભિયાન બાદ પત્રકારો સાથે વાત કરતા જગદગુરુ પરમહંસ દાસે પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈંદિરા ગાંધી, સોનિયા ગાંધી, સ્વામી પ્રસાદ મૌર્ય અને મુસ્લિમો પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો MP Crime News: મહિલાએ બે બાળકો સાથે કરી આત્મહત્યા, પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ
શુ કર્યા પ્રહારો:સ્વામી પરમહંસએ કહ્યું કે આ ચોરોનો કાર્યકાળ મુઘલો કરતા પણ વધુ ખતરનાક રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા રાષ્ટ્ર વિરોધી રહી છે. ઈન્દિરા ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમણે ન્યાયતંત્રની હનન કરીને પોતાનું સિંહાસન બચાવ્યું અને ઈમરજન્સી લાદી લોકશાહીની હત્યા કરી હતી. આ સાથે જ તેમણે સોનિયા ગાંધી પર પણ અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે સોનિયાના બાળકોમાં બોલવાની રીતભાત નથી. મોદીની ટીકા કરનારા ચારિત્રહીન છે.
આ પણ વાંચો રામલીલા મેદાનથી શરૂ થઈ કિસાન મજદૂર સંઘર્ષ રેલી, દિલ્હી પોલીસે એડવાઈઝરી જાહેર કરી
ભારત હિન્દુ રાષ્ટ્ર: મહંત પરમહંસ દાસે કહ્યું કે હવે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે અને દરેક લોકોને કામ મળશે. ત્યાં દરેક લોકોના મોઢે જય શ્રી રામ હશે. સ્વામી પ્રસાદ મૌર્ય પર ટિપ્પણી કરતા પરમહંસએ કહ્યું કે જ્યારે સ્વામી પ્રસાદ મૌર્ય તાજ હોટલની બહાર જોવા મળ્યા ત્યારે તેમને ત્યાં માર મારવામાં આવ્યો હતો.દેશમાં સમાન નાગરિક સંહિતા અને વસ્તી નિયંત્રણ કાયદો હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.આમાં કોઈ વિલંબ ન થવો જોઈએ.કાર્યક્રમની સમાપ્તિ બાદ પરમહંસ અયોધ્યા જવા રવાના થયા હતા.