- મહારાષ્ટ્ર સરકારની મહત્વપૂર્ણ જાહેરાત
- અનુસૂચિત જાતિના પરિવાર માટે આર્થિક સહાય જાહેર
- બેન્ક એકાઉન્ટમાં અપાશે આર્થિક સહાય
થાણે: મહારાષ્ટ્ર સરકારે પોતાની ખાવટી અનુદાન યોજના અંતર્ગત રાજ્યના આદિવાસી પરીવાર માટે 231 કરોડ રૂપિયાની સહાય નિશ્ચિત કરી હતી. આદિવાસી વિકાસ વિભાગે 26 માર્ચે આ અંગે એક સરકારી પ્રસ્તાવ પસાર કર્યો હતો. જે અનુસાર કોવિડ - 19 વૈશ્વિક મહામારીને કારણે ઉત્પન્ન થયેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય મંત્રીમંડળે ગત વર્ષે અનુસૂચિત જનજાતી (ST) શ્રેણીના પરીવારોને 4,000 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું હતું.
વધુ વાંચો: અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ માટે કરી અપીલ
26 માર્ચે સહાય આપવાનો કરાયો નિર્ણય
આદિવાસી કલ્યાણ પર સરકાર સમિતિનું નેતૃત્વ કરનાર પૂર્વ ધારાસભ્ય વિવેક પંડિતે શનિવારે આ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને આશા છે કે યોગ્ય લાભાર્થીઓ સુધી લાભ પહોંચશે. 26 માર્યે સરકારે બેન્ક ખાતામાં સહાય જમા કરાવવાનું નક્કી કર્યું હતું. પહેલા તબક્કામાં મહારાષ્ટ્ર સરકારે 2,000 રૂપિયા આપવાની મંજૂરી આપી દીધી છે.
વધુ વાંચો: જોધપુર IITમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા