ETV Bharat / bharat

ચૂંટણી પંચ સામે મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓ ન્યાયિક આદેશનો હિસ્સો નથીઃ સુપ્રીમ કોર્ટ - સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચ સામે મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓ ન્યાયિક આદેશનો ભાગ નથી. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટીસ એમ.આર.શાહની ખંડપીઠીએ જોકે, તે માન્યું છે કે, હાઈકોર્ટની ટિપ્પણીઓ 'કઠોર' છે અને 'અજાણતાં કરવામાં આવેલી ટિપ્પણીઓની ખોટી વ્યાખ્યા કરવામાં આવી તેવે સંભાવના હોય છે.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ
author img

By

Published : May 6, 2021, 5:41 PM IST

  • ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવાની મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓને હટાવવાનો કોઈ પશ્ન નથી
  • મીડિયાને અદાલતી કાર્યવાહી દરમિયાન ટિપ્પણીઓનું રિપોર્ટિગ કરવાથી રોકવાની અપીલને નકારી
  • હાઈકોર્ટે ચૂંટણી પંચને કોરોનાના ફેલાવા માટે જવાબદાર ગણાવ્યું હતું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે, કોરોનાના વધતા કેસને લઈ ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવાની મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓને હટાવવાનો કોઈ પશ્ન નથી. કારણ કે તે ન્યાયિક આદેશનો ભાગ નથી. સાથે જ સુપ્રિમ કોર્ટે કહ્યુ કે, મીડિયાને અદાલતી કાર્યવાહી દરમિયાન ટિપ્પણીઓનું રિપોર્ટિગ કરવાથી રોકવાની અપીલને પણ નકારી હતી. કોર્ટે કહ્યું કે, આ એક પ્રતિગામી પગલુ હશે.

કોવિડ -19 દરમિયાન પ્રશંસનીય કામગીરી કરવા માટે હાઈકોર્ટની પ્રશંસા કરી

જોકે, ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે તે માન્યું છે કે હાઈકોર્ટની ટિપ્પણી કઠોર છે અને વિચારવિહીન ટિપ્પણીઓને ખોટી રીતે અર્થઘટન કરવામાં આવે તેવી સંભાવના હોય છે. સર્વોચ્ચ અદાલતે કોવિડ -19 દરમિયાન પ્રશંસનીય કામગીરી કરવા માટે હાઈકોર્ટની પ્રશંસા કરતા કહ્યું કે, ઉચ્ચ અદાલતોએ ટિપ્પણીયા કરવા અને મીડિયાને ટિપ્પણીઓનું રિપોર્ટિગ કરવાથી રોકવું એ પ્રતિગામી પગલું હશે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણમાં વધારો થવા માટે ચૂંટણીપંચ જવાબદાર, હત્યાનો કેસ દાખલ થવો જોઇએ : મદ્રાસ હાઇકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીની સામે ચૂંટણી પંચની અપીલને લઈ કોર્ટે આપ્યો ફેસલો

ખંડપીઠે કહ્યું કે, અદાલતોએ મીડિયાની બદલતી ટેકનોલોજી અંગે જાગ્રત રહેવું પડશે. તેમણે કહ્યું કે, મિડિયાને અદાલતી કાર્યવાહીની રિપોર્ટિગ કરવાથી અટકાવવી તે સારી વાત નથી. આ ફેસલો મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીની સામે ચૂંટણી પંચની એક અપીલ પર લેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચને સૌથી વધુ બેજવાબદાર સંસ્થા ગણાવી

હાઈકોર્ટે કોવિડ -19 મહામારીની બીજી લહેર દરમિયાન સંક્રમણના વધી રહેલા કેસને લઈ 26 એપ્રિલે ચૂંટણી પંચની ટીકા કરી હતી અને કોરોનાના ફેલાવા માટે તેને જવાબદાર ગણાવ્યું હતું. તેમજ તેને સૌથી વધુ બેજવાબદાર સંસ્થા ગણાવી હતી. તેમજ તે પણ કહ્યું હતું કે, તેના અધિકારીઓ પર હત્યાનો કેસ ચલાવવો જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.