- મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાની મેડિકલ કોલેજમાં ઓક્સિજનની કમીના કારણે કોરોના દર્દીઓનું મૃત્યુ
- 6 કોરોના દર્દીનું મોત
- સમગ્ર જિલ્લામાંથી દર્દી સારવાર લેવા આવે છે મેડિકલ કોલેજમાં
શહડોલ: જિલ્લાની મેડિકલ કોલેજમાં મોડી રાત્રે ઓક્સિજનના અભાવે 6 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ત્યારબાદ ગભરાટની સ્થિતિ સર્જાઇ છે. મેડિકલ કોલેજમાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જ્યાં સમગ્ર શહેરના લોકો સારવાર લેવા આવે છે.
ટાંકિમાં ઓક્સિજન પ્રેશર ઓછું આવ્યું
આ સમગ્ર મામલે શાહડોલ મેડિકલ કોલેજના ડીન મિલિંદ શિરલકરનું કહેવું છે કે, મેડિકલ કોલેજમાં ઓક્સિજન સપ્લાય પ્રેશર ટાંકી દ્વારા થાય છે. જેમાં સીધી સપ્લાય આપોઆપ ટાંકીમાંથી કરવામાં આવે છે. મેડિકલ કોલેજમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે ટાંકીમાં દબાણ ઓછું થયું છે.
ડીને જણાવ્યું હતું કે, મોડી રાત્રે 6 લોકોનું મોત થયું હતું. બધા દર્દીઓ કોરોના દર્દીઓ હતા, જેમને ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અમે તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ ઓક્સિજનના અભાવને કારણે તેમનું મૃત્યું થયું હતું. જો કે, આના પર હવે કંઇ કહી શકાતું નથી. કારણ કે, ઓટોમેટીક રીતે ઓક્સિજન દરેક બેડ સુધી જાય છે. 100થી વધુ દર્દીઓને ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.
ડીને કહ્યું કે, અગાઉ આ અંગે જાણ કરવામાં આવી હતી કે ઓક્સિજન ટાંકીમાં દબાણ ઓછું થઈ રહ્યું છે. કારણ કે, દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ ઓક્સિજન ટાંકી હજી સુધી હોસ્પિટલમાં પહોંચી નથી.
સમગ્ર જિલ્લામાંથી આવી રહ્યા છે કોરોના દર્દી
નોંધપાત્ર વાત એ છે કે, કોરોનાનો વ્યાપ જિલ્લામાં વધી રહ્યો છે. શનિવારે 216 નવા કોરોના કેસ મળી આવ્યા હતા, જે પછી શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,163 થઈ છે. હોમ આઈસોલેશનમાં 1,000 લોકો સારવાર લઈ રહ્યા છે. સમગ્ર જિલ્લામાંથી કોરોના દર્દીઓ મેડિકલ કોલેજમાં તબીબી સારવાર માટે પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો : મધ્ય પ્રદેશઃ રાજધાની ભોપાલમાં 24 જુલાઈથી 10 દિવસનું લૉકડાઉન
ઓક્સિજનની કમીથી 5 લોકોનું મોત
ઉજ્જૈનની માધવનગર હોસ્પિટલમાં પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતા. મૃતકના સંબંધીઓએ જણાવ્યું હતું કે, અમારા પરિજનનુ મૃત્યુ ઓક્સિજનના અભાવને કારણે થયું છે, પરંતુ હોસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું છે કે, અહીં કોઈ ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ થયું નથી. મૃતકોમાંથી કોઈ પણ કોરોના પોઝિટિવ નથી, તેમનું મૃત્યું અન્ય કારણોસર થયું હતું.
ઓક્સિજનના અભાવને કારણે યુથ કોંગ્રેસના નેતા આશિષ તિવારીના મૃત્યુનો મામલો પણ સામે આવ્યો હતો. જેમાં તેમની પત્ની નેહા તિવારીએ અનેક સવાલો ઉભા કર્યા હતા. મેડિકલ કોલેજ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરતા તેમણે કહ્યું હતું કે, મૃત્યુનું કારણ ઓક્સિજનનો અભાવ છે.