નવી દિલ્હીઃ લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા (Ludhiana Court Blast Case 2021) એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, જર્મનીમાં પોલીસે (Ludhiana Court Blast Mastermind arrested from Germany) પ્રતિબંધિત સંગઠન 'શિખ ફોર જસ્ટિસ' સાથે જોડાયેલા (Accused involved in Sikh for Justice organization) આતંકવાદી જસવિંદર સિંહ મુલ્તાનીની ધરપકડ કરી છે. જસવિંદર સિંહ જ લુધિયાણા કોર્ટ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ (Jaswinder Singh, Master Mind of Ludhiana Court Blast) છે. જસવિંદર સિંહ દિલ્હી અને મુંબઈમાં પણ આતંકી હુમલો કરવાનું ષડયંત્ર કરી રહ્યો હતો. તે જ આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
પંજાબ સરકારે રાજ્યમાં હાઇએલર્ટ જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે, પંજાબના લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં 23 ડિસેમ્બરે બ્લાસ્ટ (Ludhiana Court Blast Case 2021) થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તો 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના પછી પંજાબ સરકારે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી હતી. પોલીસને શંકા હતી કે, કોર્ટ પરિસરની એક ઈમારતની બીજા માળના શૌચાલયમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામનારો વ્યક્તિ વિસ્ફોટક સાધન લગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે પછી તે આત્મઘાતી હુમલાખોર પણ હોઈ શકે છે.
વકીલોએ કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થામાં ઢીલ હોવાની કરી ફરિયાદ
બ્લાસ્ટ (Ludhiana Court Blast Case 2021) એટલો શક્તિશાળી હતો કે, પરિસરની એક દિવાલ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને પરિસરમાં રહેલા કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જ્યારે બ્લાસ્ટ થયો તે સમયે સ્થાનિક ધારાસભ્ય બલવિંદર સિંહ બૈંસ ત્રીજા માળ પર એક વકીલના રૂમમાં હતા. કેટલાક વકીલોએ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થામાં ઢીલની ફરિયાદ કરી છે.
આ પણ વાંચો- લુધિયાણા બ્લાસ્ટ પર સિદ્ધુના નિવેદન પર વિવાદ, ભાજપે કહ્યું પાકિસ્તાનને બચાવવાની છે યુક્તિ
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો
બીજી તરફ મુખ્યપ્રધાન ચરણજિત સિંહ ચન્નીએ (Chief Minister Charanjit Singh ChannI on Ludhiana blast case) આશંકા વ્યક્ત કરી હતી કે, બ્લાસ્ટ રાજ્યમાં 'અરાજકતા' ફેલાવવાનો પ્રયાસ હોઈ શકે છે, જ્યાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022) આવવાની છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારથી આ મામલે ઝડપથી વિસ્તૃત રિપોર્ટ માગ્યો અને શરૂઆતની તપાસના નિષ્કર્ષો અંગે પણ સૂચિત કરવા કહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટમાં ત્રણ મહિલાઓ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેઓ અત્યારે જોખમથી બહાર છે.
આ પણ વાંચો- Boiler Blast In Vadodara: પોલીસે કેન્ટોન લેબોરેટરીઝ કંપનીના 2 ડાયરેકટરો સામે માનવ વધનો ગુનો નોંધ્યો
રાજ્યમાં વિશેષ સમુદાયના ધ્રુવીકરણનો પ્રયાસઃ સિદ્ધુ
આપને જણાવી દઈએ કે, આ બ્લાસ્ટ અમૃતસરના સુવર્ણ મંદિર અને કપૂરથલાના એક ગુરુદ્વારામાં કથિત અસભ્યતાના પ્રયાસોની ઘટનાઓના થોયા દિવસ પછી થયો છે. આ ઘટનાઓમાં 2 લોકોને ઢોર માર મારી હત્યા કરવામાં આી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનની સીમા પાસે ડ્રોન દેખાતા હોવાની ઘટના પણ સામે આવી છે. અધિકારીઓને શંકા છે કે, તેમને હથિયાર કે વિસ્ફોટક ફેંક્યા હશે. તો કોંગ્રેસ પંજાબના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu on Ludhiana blast case) ત્યારે કહ્યું હતું કે, કથિત અસભ્યતાના પ્રયાસ અને બ્લાસ્ટ રાજ્યમાં એક વિશેષ સમુદાયના ધ્રુવીકરણનો પ્રયાસ છે .