ETV Bharat / bharat

ચૂંટણી પૂરી થતાં જ મોંઘવારીમાં થયો વધારો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોચ્યા - ચૂંટણી પૂરી

દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડિસેમ્બરના પહેલા જ દિવસે આંચકો આપ્યો છે. શુક્રવારે સવારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તમારા શહેરના નવા દરો જાણવા માટે વાંચો સંપૂર્ણ સમાચાર...

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 9:09 AM IST

નવી દિલ્હીઃ ડિસેમ્બર 2023ના છેલ્લા મહિના અને નવા વર્ષની શરૂઆત પહેલા દેશની ઓઈલ કંપનીઓએ મોટો ઝટકો આપ્યો છે. 1લી ડિસેમ્બરના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. જાણકારી અનુસાર, કંપનીઓએ અંદાજે 21 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તે જ સમયે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત વધીને 1796.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1775.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મળતી હતી.

આજથી નવા દરો લાગુ થશે : દેશની ઓઈલ કંપનીઓની વેબસાઈટ અનુસાર એલપીજી સિલિન્ડરની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત 1796.50 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 1755.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું. માયાનગરીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ પણ અમલમાં આવ્યા છે. નવો દર 1749 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 1728 રૂપિયા હતો. કોલકાતામાં નવા દરો વધીને 1908 રૂપિયા થઈ ગયા છે. પહેલા તે 1885.50 રૂપિયા હતો. ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત 1968.50 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1942 રૂપિયામાં મળતી હતી.

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી : ઓઈલ કંપનીઓએ 14 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઓઈલ કંપનીઓની વેબસાઈટ અનુસાર રાજધાની દિલ્હીમાં ઘરેલુ ગેસની કિંમત 903 રૂપિયા છે. તે કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયા છે.

  1. દૂબઈ પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભારતીયોએ કર્યુ ભવ્ય સ્વાગત, ભારતીય નૃત્ય સાથે લોકોએ લગાવ્યા મોદી-મોદીના નારા
  2. ભારતીય રેલવેની આશાવાદી કન્ટેનર સેવાનો પાંચ વર્ષ બાદ ફિયાસ્કો ! સંકલનના અભાવે સપના અધૂરા રહ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.