ઉત્તરાખંડ : છેલ્લા એક વર્ષથી પતિથી અલગ થયા બાદ લિવિંગમાં રહેતી એક મહિલાને તેના જ લિવિંગ પાર્ટનર દ્વારા જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ કેસમાં પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે લિવિંગ પાર્ટનર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઘટના રૂદ્રપુરના ટ્રાન્ઝિટ કેમ્પની છે. મળતી માહિતી મુજબ, મહિલાએ એક વર્ષ પહેલા તેના પતિને છોડી દીધો હતો, ત્યારથી તે એક યુવક સાથે રહેતી હતી, આરોપ છે કે લિવિંગ પાર્ટનરે કેરોસીન રેડીને મહિલાને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. (Uttarakhand woman burned alive)
12 વર્ષ પહેલા લગ્ન થયા આદર્શ ઈન્દ્ર બંગાળી કોલોનીના રહેવાસી શંકર ચક્રવર્તીએ પોલીસને જણાવ્યું કે, તેમની પુત્રીના લગ્ન 12 વર્ષ પહેલા દિનેશપુરના રહેવાસી નિતીન મુખર્જી સાથે થયા હતા. એક વર્ષ પહેલા તે કસ્તુરી વાટિકા કોલોની થાના ટ્રાન્ઝિટ કેમ્પમાં ભાડેથી તેના પતિ સંજય શાહ સાથે અલગ રહેતી હતી. (Living partner burnt alive in Rudrapur)
શું હતો મામલો આરોપ છે કે, 22 નવેમ્બરે સંજય અને તેની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. રોષે ભરાયેલા સંજય શાહે કેરોસીન રેડીને પુત્રીને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન તેમની પુત્રી ખરાબ રીતે દાઝી ગઈ હતી. જેની રૂદ્રપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપી સંજય શાહ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.(lover tried to kill female)