હૈદરાબાદ: IPL 2022નુ મેગા ઓક્શન પૂર્ણ થઈ ગયું છે. બેંગ્લોરમાં બે દિવસ સુધી ચાલેલી હરાજીમાં 204 ખેલાડીઓ વેચાયા હતા. તે જ સમયે, લગભગ 551 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ હરાજીમાં ઈશાન કિશન સૌથી મોંઘો ખેલાડી હતો. તેને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે દીપક ચહર બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી હતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન સૌથી મોંઘો વિદેશી ખેલાડી હતો. તેને પંજાબ કિંગ્સે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારે રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા ઓક્શનમાં વેચાયેલા ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓની યાદી (List Of Gujarat Titans players) નીચે મુજબ છે.
આ પણ વાંચો: Tata IPL 2022: અમદાવાદની ટીમનું સત્તાવાર નામ જાહેર, ટીમ આ નામ સાથે મેદાનમાં ઉતરશે
ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓની યાદી
ક્રમ | ખેલાડીનુ નામ | ખરીદીની કિંમત |
1 | ડેવિડ મિલર | 3 કરોડ |
2 | ડોમિનિક ડ્રેક્સ | 1.10 કરોડ |
3 | જયંત યાદવ | 1.70 કરોડ |
4 | વિજય શંકર | 1.40 કરોડ |
5 | મેથ્યુ વેડ | 2.4 કરોડ |
6 | રિદ્ધિમાન સાહા | 1.9 કરોડ |
7 | દર્શન નલકાંડે | 20 લાખ |
8 | યશ દયાલ | 3.20 કરોડ |
9 | એરોન | 50 લાખ |
10 | અલઝારી જોસેફ | 2.40 કરોડ |
11 | પ્રદીપ સાંગવાન | 20 લાખ |
12 | ગુરકીરત સિંહ | 50 લાખ |
13 | બી સાઈ સુદર્શન | 20 લાખ |
ઉલ્લેખનીય છે કે, અમદાવાદે મેગા ઓક્શન પહેલા તેની 3 પસંદગીઓ જાહેર કરી હતી. હાર્દિક પંડ્યા 15 કરોડ, રાશિદ ખાન 15 કરોડ, અને શુભમન ગિલ 8 કરોડ ફ્રેન્ચાઇઝીના 3 ડ્રાફ્ટ ફિક્સ હતા.
આ પણ વાંચો: IPL 2022: અમદાવાદની ફ્રેન્ચાઇઝીનું નામ 'ગુજરાત ટાઇટન્સ'
વિક્રમ સોલંકીને અમદાવાદના ક્રિકેટ ડિરેક્ટર તરીકે
વિક્રમ સોલંકીને અમદાવાદના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ (Franchise leader Hardik Pandya) કરશે. ગેરી કર્સ્ટન અમદાવાદ ફ્રેન્ચાઇઝીના બેટિંગ કોચ અને માર્ગદર્શક તરીકે સેવા આપશે. જ્યારે આશિષ નેહરાને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IPL 2022 આ વર્ષના માર્ચના અંતમાં શરૂ થશે અને ફાઇનલ મેમાં રમાશે.