તિરુવનંતપુરમ(કેરળ): કેરળના શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ના કન્વીનર EP જયરાજને સોમવારે (LDF convener Jayarajan) કહ્યું કે, તે અને તેમનો પરિવાર ક્યારેય ઈન્ડિગો એરલાઈન્સમાં પ્રવાસ કરશે નહીં. અગાઉ એરલાઈન ઈન્ડિગોએ જયરાજનને (LDF in Kerala E P Jayarajan) તેના વિમાનમાં ત્રણ સપ્તાહ સુધી પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વિમાનમાં ધક્કામુક્કી માટે કંપનીએ જયરાજન પર પ્રતિબંધ લાદ્યો (state Chief Minister Pinarayi Vijayan) હતો. આ જ વિમાનમાં કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પણ સવાર હતા.
આ પણ વાંચો: હવાઈ પ્રવાસ: સુરક્ષાને લઈને કેમ ઉભા થઈ રહ્યા છે પ્રશ્નો?
મુખ્ય પ્રઘાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર: નોંધપાત્ર વાત એ છે કે, 13 જૂને કન્નુરથી ઈન્ડિગોનું એક પ્લેન ટેકઓફ (IndiGo aircraft) થયું હતું જેમાં વિજયન પણ સવાર હતા. પ્લેનમાં બેઠેલા યુવા કોંગ્રેસના કાર્યકરોએ મુખ્ય પ્રઘાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા (Jayarajan at Indigo Air) હતા. તિરુવનંતપુરમ એરપોર્ટ પર વિમાન ઉતરતાની સાથે જ તેમાં સવાર જયરાજને કથિત રીતે બે વિરોધીઓને ધક્કો માર્યો હતો. સોમવારે જયરાજને કહ્યું કે હું કે મારો પરિવાર ભવિષ્યમાં ક્યારેય પણ ઈન્ડિગોમાં પ્રવાસ કરીશ નહીં. જો જરૂર પડશે તો હું મારા ગંતવ્ય પર ચાલીને જઈશ પરંતુ તેમના વિમાનમાં પ્રવાસ નહીં કરું.
કાર્યવાહી અંગે વાકેફ હોવાનો ઇનકાર: અગાઉના દિવસે, તેણે એરલાઇન દ્વારા આવી કોઈપણ કાર્યવાહી અંગે વાકેફ હોવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પછીથી, બપોરે, તેણે પત્રકારોને કહ્યું કે જ્યારે તેણે તેના વિશે પૂછપરછ કરી, ત્યારે તેને માહિતી મળી કે ઈન્ડિગોએ અહીં તેની શાખાને અસ્થાયી પ્રવાસ પ્રતિબંધ વિશે જાણ કરી છે. ઈન્ડિગોએ પ્લેનમાં વિજયન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારા કોંગ્રેસના બે યુવા કાર્યકરો પર બે સપ્તાહનો ફ્લાઇટ પ્રતિબંધ પણ લાદ્યો છે.
આ પણ વાંચો: આ તે કેવી મજબુરી, સ્કૂલે જવા માટે નદીના પાણીમાંથી જવું ફરજિયાત
એરલાઇન પર આરોપ: કંપની પર હુમલો કરતા, LDF કન્વીનરે કહ્યું કે તે કે તેનો પરિવાર ક્યારેય પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈન્ડિગો પ્લેનમાં પ્રવાસ કરશે નહીં. તેમણે કહ્યું કે દેશમાં અન્ય એરલાઇન્સ છે જે વધુ પ્રતિષ્ઠિત છે અને સારી સેવા પૂરી પાડે છે. જયરાજને એરલાઇન પર ગંભીર ક્ષતિઓ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. કંપનીએ હજુ સુધી તેના આરોપોનો જવાબ આપ્યો નથી.