ETV Bharat / bharat

DIDI Corona positive: લતા મંગેશકર થયા કોરોના પોઝિટિવ, મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ - lata mangeshkar admitted to hospital

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર કોરોના પોઝિટિવ (Lata Mangeshkar Corona positive) આવ્યા બાદ બાદ મંગળવારે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ (lata mangeshkar admitted to hospital) કરવામાં આવ્યા છે. 92 વર્ષીય ગાયિકા, જેને ભારતના નાઇટિંગેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના સઘન સંભાળ એકમ (ICU)માં સારવાર હેઠળ છે.

લતા મંગેશકર થયા કોરોના પોઝિટિવ, મુંબઈની હોસ્પિટલમાં કરાયા ભર્તી

author img

By

Published : Jan 11, 2022, 12:21 PM IST

Updated : Jan 11, 2022, 4:51 PM IST

મુંબઈ: પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર કોરોના પોઝિટિવ (Lata Mangeshkar Corona positive) થયા છે. તેમને મુંબઈની હોસ્પિટલમાં ભર્તી (lata mangeshkar admitted to hospital) કરવામાં આવ્યા છે. 92 વર્ષીય ગાયિકા, જેને ભારતના નાઇટિંગેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના સઘન સંભાળ એકમ (ICU)માં સારવાર હેઠળ છે. સુત્રો અનુસાર તેણીને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ છે અને વય પરિબળને જોતા ડોક્ટરો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

  • Legendary singer Lata Mangeshkar admitted to ICU after testing positive for Covid-19. She has mild symptoms: Her niece Rachna confirms to ANI

    (file photo) pic.twitter.com/8DR3P0qbIR

    — ANI (@ANI) January 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોરોનાના હળવા લક્ષણો

લતાના ભત્રીજી રચનાએ જણાવ્યું કે, લતા મંગેશકરમાં કોરોના સંક્રમણના હળવા લક્ષણો (Lata Covid mild symptoms) જોવા મળી રહ્યા છે. તેણે કહ્યું કે તે હાલ ઠીક છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને, લતાને સાવચેતીના કારણોસર ICU (lata in ICU after covid) માં રાખવામાં આવ્યા છે. "કૃપા કરીને અમારી ગોપનીયતાનો આદર કરો અને દીદીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો"

અગાઉ નવેમ્બર 2019માં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

લતા મંગેશકરને અગાઉ નવેમ્બર 2019માં શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે મંગેશકરની નાની બહેન ઉષાએ કહ્યું હતું કે, ગાયિકાને વાયરલ સંક્રમણ છે.

2001માં ભારત રત્નથી સન્માનિત કરાયા

સાત દાયકાથી વધુની કારકિર્દીમાં ઇન્દોરમાં જન્મેલા લતા મંગેશકરે 1,000થી વધુ હિન્દી ફિલ્મો તેમજ વિવિધ પ્રાદેશિક અને વિદેશી ભાષાઓમાં હજારો ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેણીનું છેલ્લું સંપૂર્ણ આલ્બમ દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપરા દ્વારા નિર્દેશિત 2004ની ફિલ્મ "વીર ઝારા" માટે હતું. મંગેશકરનું છેલ્લું ગીત “સૌગંધ મુઝે ઇસ મિટ્ટી કી” હતું, જે 30 માર્ચ 2021ના રોજ ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તેણીને 2001માં સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (Bharat Ratna Lata Mangeshkar ) એનાયત કરવામાં આવ્યો હતો.

લતાજીને વિવિધ સન્માનો પણ મળ્યા છે

લતા મંગેશકરને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને બહુવિધ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારો પણ મળ્યા છે.

આ પણ વાંચો: Siddharth On Saina Nehwal : 'રંગ દે બસંતી' ફેમ અભિનેતા સિદ્ધાર્થે કરી ડબલ મીનિંગ કોમેન્ટ, સાયનાએ આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો: અલ્લુ અર્જુનની 'પુષ્પા' હવે હિન્દીમાં થશે રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં

Last Updated : Jan 11, 2022, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.