- ઓછી સંખ્યામાં હરકી પૈડી બ્રહ્મકુંડ પર શાહી સ્નાન થશે
- મહાનિર્વાણી અને અટલ અખાડા પણ પ્રતિકાત્મક રીતે શાહી સ્નાન કરશે
- અખાડાના શાહી સ્નાન સમયે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા
હરિદ્વાર (ઉત્તરાખંડ): હરિદ્વારમાં થઈ રહેલા મહાકુંભ મેળાનું આજે મંગળવારે અંતિમ શાહી સ્નાન કરવામાં આવશે. મંગળવારે નિરંજની અને આનંદ અખાડા દ્વારા પ્રતિકાત્મક રીતે હરકી પૈડી બ્રહ્મકુંડ પર સ્નાન કરવામાં આવ્યું હતું. જ્યારે જૂના, અગ્નિ, આહ્વાન અને કિન્નર અખાડાના સાધુ સંત પણ ઓછી સંખ્યામાં હરકી પૈડી બ્રહ્મકુંડ પર શાહી સ્નાન કરવા માટે પોતાના અખાડાથી નીકળી ગયા છે. ત્યારબાદ મહાનિર્વાણી અને અટલ અખાડા પણ પ્રતિકાત્મક રીતે શાહી સ્નાન કરશે.
આ પણ વાંચોઃ કુંભના મેળામાં કોરોનાના કેસ વધતા સમય પહેલા મેળો પૂર્ણ થવાની સંભાવના
અંતિમ શાહી સ્નાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
સંન્યાસીઓ સાથે અખાડાના શાહી સ્નાન કર્યા બાદ બૈરાગીના ત્રણ અખાડા અને વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડા હરકી પૈડી બ્રહ્મકુંડ પહોંચીને શાહી સ્નાન કરશે. અંતિમ શાહી સ્નાન અંગે મેળા તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. કોરોના મહામારીને જોતા મેળા તંત્રએ સેનિટાઈઝેશનની વ્યવસ્થા પણ કરી છે. અખાડાના શાહી સ્નાન સમયે રૂટ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોને મુશ્કેલી ન પડે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ જુના અખાડાએ હરિદ્વારના મહા કુંભના સમાપનની ઘોષણા કરી
મેળો પ્રતિકાત્મક યોજવા વડાપ્રધાને પણ અપીલ કરી હતી
આપને જણાવી દઈએ કે, હરિદ્વાર મહાકુંભમાં અનેક સંતો અને મહંતો કોરોના સંક્રમિત થતા કુંભ મેળાને પ્રતિકાત્મક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાધુ સંતોને અપીલ કરી હતી કે, કુંભ મેળાને પ્રતિકાત્મક રીતે કરવામાં આવે. વડાપ્રધાનની અપીલનું માન રાખતા અને કોરોનાના કેસ વધતા સાધુ સંતોએ મેળાને પ્રતિકાત્મક કરી દીધો હતો.