- સરકારી નોકરી-45 લાખ રૂપિયાની આર્થિક સહાયઃ યોગી સરકાર
- મુખ્યપ્રધાનએ સમગ્ર રાજ્યને એલર્ટ મોડ પર રહેવા કહ્યું
- સમગ્ર ઘટના પર મુખ્યપ્રધાનની નજર
લખનઉ: લખીમપુર ખેરી કેસમાં ખેડૂતોના મોતને લઈને ચાલી રહેલા હંગામો વચ્ચે રાજ્યની યોગી સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી થઈ છે. મળતી માહિતી અનુસાર, લખીમપુર ખેરીમાં વહીવટીતંત્ર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી મંત્રણા બાદ તમામ મૃતકોના પરિવારજનોને સરકારી નોકરી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાથે જ, પરિવારને 45-45 લાખ રૂપિયાની આર્થિક સહાય વળતર તરીકે આપવામાં આવશે (સરકારી નોકરી અને 45 લાખ રૂપિયાની આર્થિક સહાય). એ જ રીતે, ઇજાગ્રસ્તોને સારવાર અને આર્થિક સહાય તરીકે 10 લાખ રૂપિયા (ઇજાગ્રસ્તોને 10 લાખ)નું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેસમાં કોઈ દોષિતને છોડવામાં આવશે નહીં
સરકાર દ્રારા જાણ કરવામાં આવી છે કે, મૃતકોના આશ્રિતોને સરકારી નોકરી અને 45 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવશે. ઉપરાંત, આ કેસમાં કોઈ દોષિતને છોડવામાં આવશે નહીં. સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ગુનેગારોની આઠ દિવસમાં ધરપકડ કરવામાં આવશે અને સમગ્ર ઘટનાની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરવામાં આવશે.
અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
સોમવારે મુખ્યપ્રધામ યોગી આદિત્યનાથે નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને નાયબ મુખ્યપ્રધાન ડૉ. દીનેશ શર્મા, મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારી, અગ્ર સચિવ ગૃહ અવનીશ કુમાર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અવસ્થી, ડીજીપી મુકુલ ગોયલ. મુખ્યપ્રધાનએ સમગ્ર રાજ્યને એલર્ટ મોડ પર રહેવા કહ્યું છે.
વિપક્ષી દળોના હંગામાને લઈને સજાગ યોગી આદિત્યનાથ
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ લખીમપુર જઈ રહેલા વિપક્ષી દળોના નેતાઓની ઘટનાઓ અને ચાલી રહેલી હંગામાને લઈને સજાગ છે અને અધિકારીઓને સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની આદેશ પણ આપી દીધો છે. મુખ્યુપ્રધાન પોતે આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય.
આ પણ વાંચોઃ મહંત કેસની સોય હરિદ્વારમાં અટવાઇ, ગુરુ અને શિષ્ય વચ્ચે ત્રીજો કોણ છે?
આ પણ વાંચોઃ કાનપુરના એક સગીર વિદ્યાર્થીએ PMO અને DGP સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પાસે માંગી ખંડણી, પરિણામ ભોગવવા આપી ધમકી