ETV Bharat / bharat

Delhi News : સુરક્ષાકર્મીઓ દ્વારા મારપીટ અને મનમુટાવનો નિવેડો લાવતા કુમાર વિશ્વાસ, ડૉ. વાજપેયીને મળી માફી માગી

કવિ ડૉક્ટર કુમાર વિશ્વાસ અને ડૉ.વાજપેયી વચ્ચેનો વિવાદ હવે ઉકેલાતો જણાય છે. સુરક્ષાકર્મીઓ દ્વારા મારપીટની ઘટના બાદ કુમાર વિશ્વાસ દિવાળીના દિવસે ડોક્ટરના ઘરે ગયાં હતાં. તેમને ભગવાન શ્રી રામની મૂર્તિ ભેટ આપી અને માફી માંગી.

Delhi News : સુરક્ષાકર્મીઓ દ્વારા મારપીટ અને મનમુટાવનો નિવેડો લાવતા કુમાર વિશ્વાસ, ડૉ. વાજપેયીને મળી માફી માગી
Delhi News : સુરક્ષાકર્મીઓ દ્વારા મારપીટ અને મનમુટાવનો નિવેડો લાવતા કુમાર વિશ્વાસ, ડૉ. વાજપેયીને મળી માફી માગી
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 8:49 PM IST

નવી દિલ્હી : કહેવાય છે કે તહેવારો દરમિયાન તમામ ફરિયાદોનો અંત લાવવો જોઈએ, આ વાત જાણીતા કવિ કુમાર વિશ્વાસે કરી છે. દિવાળીના શુભ અવસર પર કુમાર વિશ્વાસ ડૉ.પલ્લવ વાજપેયીના ઘરે ગયા અને તેમની માફી માંગી હતી. તેમણે શ્રી રામની મૂર્તિને ગળે લગાવી. થોડા દિવસો પહેલા ડૉક્ટર પલ્લવ બાજપાઈએ આરોપ લગાવ્યો હતો કે કુમાર વિશ્વાસના કાફલાના સુરક્ષાકર્મીઓએ તેમની સાથે મારપીટ કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કુમાર વિશ્વાસ તેમના એક કાર્યક્રમના સંદર્ભમાં અલીગઢ જઈ રહ્યાં હતાં.

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ : ડોક્ટર પલ્લવ વાજપેયી અને કુમાર વિશ્વાસની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો અનુસાર દિવાળીના દિવસે ડૉ.કુમાર વિશ્વાસ ડૉ.પલ્લવ વાજપેયીના ઘરે પહોંચ્યા અને તેમની માફી માગી. તેમને ભગવાન શ્રી રામની મૂર્તિ પણ અર્પણ કરી. તસવીરો વિશે વાત કરીએ તો ડૉ. પલ્લવ વાજપેયી અને તેમનો પરિવાર પણ આ મુલાકાતથી ખૂબ સંતુષ્ટ જણાય છે.

  • कुमार ने आख़िर जीत लिया डा.पल्लव वाजपेयी और उनके परिवार का विश्वास।अपने नाम को किया सार्थक।साधुवाद @DrKumarVishwas

    Kumar Vishwas: भगवान राम की मूर्ति लेकर पीड़ित डॉक्टर के घर पहुंचे कुमार विश्वास, मांगी माफी, साथ मनाई दीपावली https://t.co/4N6PSxFzwZ

    — विनोद अग्निहोत्री Vinod Agnihotri (@VinodAgnihotri7) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બંને પક્ષે ફરિયાદો થઈ : મારામારી બાદ બંને પક્ષેથી પોલીસને ફરિયાદો આપવામાં આવી હતી. કુમાર વિશ્વાસે આરોપ લગાવ્યો હતો કે ડૉ. પલ્લવ બાજપાઈએ તેમના કાફલાના વાહન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે એક વ્યક્તિએ તેમના સુરક્ષા કર્મચારીઓના વાહન પર હુમલો કર્યો છે, તેમનું નામ લીધા વિના તેમણે પલ્લવ વાજપેયી વિશે કહ્યું હતું.

હિંડન બેરેજ પાસે બની હતી ઘટના : જો કે પોલીસ તપાસમાં આ વાત સાબિત થઈ શકી ન હતી અને આ કેસમાં ડોક્ટરનું પલ્લું ભારે હતું. ગાઝિયાબાદના પ્રતાપ વિહારના રહેવાસી ડૉ. પલ્લવ વાજપેયીએ થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ પોતાની કારમાં જઈ રહ્યાં હતાં. ત્યારે કુમાર વિશ્વાસના કાફલાના સુરક્ષાકર્મીઓએ તેમને માર માર્યો હતો. આ ઘટના હિંડન બેરેજ પાસે થઈ હતી. આ પછી તેમને ઈજા થઈ અને તેણે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી.

  1. MP News: કુમાર વિશ્વાસે સંભળાવી રામ કથા, RSS અને ડાબેરીઓને કહ્યા અભણ
  2. કોરોના અંગે પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ સાથે ETV Bharatની ખાસ વાતચીત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.