- 10 જૂને થશે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ
- બીજું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરના રોજ થશે
- વૃષભ રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર
હૈદરાબાદ: સુપર મૂન (Super Moon), બ્લડ મૂન (Blood Moon) અને પૂર્ણ ચંદ્રગ્રહણ (Lunar eclipse) બાદ હવે સૂર્ય ગ્રહણ (solar eclipse) દેખાશે. 10 જૂન 2021 ના રોજ સૂર્ય ગ્રહણ થશે. ગુરુવારનો દિવસ છે. તે જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે સૂર્ય 70 ટકા જેટલો ઢંકાયેલો જોવા મળશે, હવે ભારતમાં વર્ષ 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે
- તેનો સમય છે- બપોરે 1:42થી સાંજે 6:41 સુધી.
- આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ છે. જે વૃષભ રાશિમાં થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
- ભારતમાં તે ફક્ત આંશિક રીતે જોઇ શકાશે. તેને અરુણાચલ પ્રદેશથી જોઇ શકાશે.
- ઉત્તર અમેરિકા, કેનેડા, યુરોપ, રશિયા અને કેનેડામાં તેને સંપૂર્ણ જોઇ શકાશે.
- આ વખતે સૂતક નહીં લાગે. આંશિક રૂપે સૂર્ય ગ્રહણ થવાને કારણે સૂતકના નિયમો લાગૂ નહીં થાય. જ્યારે પણ પૂર્ણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂતકના નિયમો લાગે છે. આ ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે.
- આંશિક ગ્રહણ થવાને કારણે મંદિરોના દરવાજા બંધ નહીં થાય.
- 10 જૂને થનારા સૂર્ય ગ્રહણને 'રીંગ ઓફ ફાયર' પણ કહેવામાં આવી રહ્યું છે. આ ત્યારે જ થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. તેને 'ખંડગ્રાસ' પણ કહેવામાં આવે છે.
Ring of Fire કેમ
ઉલ્લેખનીય છે કે, વલયાકાર સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા પૃથ્વીથી ખૂબ દૂર હોય છે. ગ્રહથી તેના અંતરને કારણે ચંદ્ર સૂર્યના પ્રકાશને સંપૂર્ણપણે અવરોધિત કરવામાં અસમર્થ છે. આથી સૂર્યનો પ્રકાશ ચંદ્રની આજુબાજુ રિંગ ઓફ ફાયર (Ring of Fire)ના રૂપમાં દેખાય છે આ વર્ષે બીજું સૂર્ય ગ્રહણ 4 ડિસેમ્બરના રોજ થશે.
આ પણ વાંચો: સૂર્યગ્રહણની તસ્વીર PMએ કરી શેર, કહ્યું-એન્જોય કરો
સૂર્ય ગ્રહણ શું છે
સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવે છે તો આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. ચંદ્ર વચ્ચે આવવાને કારણે કેટલાક સમય માટે આપણે સૂર્ય દેખાતો નથી અથવા દેખાય તો આંશિક રૂપે દેખાય છે. ચંદ્રમા સૂર્યની કેટલીક અથવા તો સંપૂર્ણ રોશનીને રોકી દે છે. જેથી ધરતી પર પડછાયો દેખાય છે અને આ ઘટના અમાસ હોય છે.