ETV Bharat / bharat

એ રાજાઓ અને જમીનદારો જેમણે અંગ્રેજોને વળતી લડત આપી હતી - King Surendra Sai

બ્રિટિશરો સામે ભારતીયો તેમના આત્મનિર્ણય માટે હંમેશા લડતા રહ્યાં. 1757માં પ્લાસીની લડાઈએ બ્રિટિશરોને બંગાળના નિર્વિવાદ સ્વામી બનાવ્યાં. 1818 સુધીમાં અંગ્રેજોએ ભારતના લગભગ દરેક પ્રદેશ પર કબજો કરી લીધો હતો. જો કે અથરાગઢ હજુ તેમની પહોંચની બહાર રહ્યો હતો. બ્રિટીશરોએ આ ગઢને હડપ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો.

એ રાજાઓ અને જામીનદારો જેમણે અંગ્રેજોને વળતી લડત આપી હતી

author img

By

Published : Sep 5, 2021, 7:10 AM IST

Updated : Sep 5, 2021, 9:51 AM IST

  • બસો વર્ષના બ્રિટિશ શાસનમાં તેને મળ્યાં હતાં અનેક પડકાર
  • છત્તીસગઢના અથરાગઢના રાજાઓ અને જામીનદારોની ઐતિહાસિક વળતી લડત
  • રાજા સુરેન્દ્ર સાંઇ અને જામીનદાર વીર નારાયણસિંહના બલિદાનની વાત જાણો

છત્તીસગઢ: લગભગ 200 વર્ષ સુધી ભારત પર અંગ્રેજોનું શાસન રહ્યું હતું જે અત્યાચાર અને દમનથી ભરેલું હતું. આ વર્ષો દરમિયાન, બ્રિટિશરો 1857માં પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ સહિત લગભગ દરેક બળવાને દબાવવામાં સફળ રહ્યાં હતાં. જો કે, અથરાગઢ વિસ્તારના આદિવાસીઓ અંગ્રેજોના કટ્ટર વિરોધી બન્યાં હતાં અને આ લડાઈના મુખ્ય નાયકોમાં પૃથ્વીરાજ ચૌહાણ, રાજા સુરેન્દ્ર સાંઈના વંશજોનો સમાવેશ થાય છે. સંબલપુરના સાંઈ અને સોનાખાનના જમીનદાર વીર નારાયણ સિંહ અને મુખ્યત્વે ગોંડ રાજાઓ અને જમીનદારોનું શાસન હતું.કેટલાક જમીનદારો ગૌડ હતાં અને મોટા ભાગના બિંઝવાર હતા. ફળદ્રુપ જમીન પર સુખથી જીવતાં અથરાગઢના રહેવાસીઓ માટે વન પેદાશનું વિશેષ મહત્વ છે. અઢારમી સદીના અથરાગઢમાં વર્તમાન છત્તીસગઢ અને પશ્ચિમ ઓડિશાનો સમાવેશ થાય છે.

(To be published on September 5) એ રાજાઓ અને જામીનદારો જેમણે અંગ્રેજોને વળતી લડત આપી હતી

અથરાગઢ જે તેમની પહોંચની બહાર રહ્યો

જેમ જેમ ભારતીયો તેમના આત્મનિર્ણય માટે લડતા રહ્યાં, તેમ 1757માં પ્લાસીની લડાઈએ બ્રિટિશરોને બંગાળના નિર્વિવાદ સ્વામી બનાવ્યાં અને 1818 સુધીમાં અંગ્રેજોએ ભારતના લગભગ દરેક પ્રદેશ પર કબજો કરી લીધો, સિવાય કે અથરાગઢ જે તેમની પહોંચની બહાર રહ્યો. જોકે, બ્રિટીશરોએ તેને હડપી લેવા ઘણો પ્રયત્ન કર્યો. સંબલપુરના સિંહાસન પર સુરેન્દ્ર સાંઈની જગ્યાએ, સ્વ.રાજા મહારાજ સાંઈની પત્ની રાણી મોહનકુમારીને મેન્ટલ આપવામાં આવ્યું હતું. આ પગલાંનો અથરાગઢના રાજાઓ અને જામીનદારોએ વિરોધ કર્યો હતો જેના પગલે સુરેન્દ્ર સાંઈ, તેમના ભાઈ ઉદંત ૃસિંહ અને કાકા બલરામસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને હઝારીબાગ જેલમાં બંધ કરવામાં આવ્યા હતાં.

જમીનદાર નારાયણસિંહેનો બળવો

સુરેન્દ્ર સાઈ અને તેના પરિવારના સભ્યોની ધરપકડ બાદ પણ બળવો ચાલુ રહ્યો હતો. સોનાખાનના બિંઝ્વાર જમીનદાર નારાયણસિંહે વર્ષ 1856માં ભારે દુકાળ પડ્યો ત્યારે વેરહાઉસના તાળા તોડી નાખ્યાં અને ગ્રામજનોમાં અનાજનું વિતરણ કર્યું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી અને રાયપુર જેલમાં બંધ કરવામાં આવ્યાં. પરંતુ થોડા જ દિવસોમાં નારાયણસિંહ ભાગી જવામાં સફળ રહ્યાં અને 30 જુલાઈ, 1857 ના રોજ ભારતીય સૈનિકોએ હજારીબાગ જેલનો દરવાજો તોડી નાંખ્યો અને સુરેન્દ્ર સાંઈ અને તેના સાથીઓને ભાગી જવામાં મદદ કરી. ભાગી છૂટ્યાં પછી, તેમને સારણગઢના રાજા સંગ્રામસિંહના મહેલમાં આશ્રય મળ્યો.

સુરેન્દ્ર સાંઈને શરણે લાવી કારાવાસમાં નાંખ્યા

સુરેન્દ્ર સાંઈને પકડવામાં નિષ્ફળ રહેલા અંગ્રેજોએ હવે કૂટનીતિની ચાલ ચાલી. સપ્ટેમ્બર 1861માં સંબલપુર અને કટકની જેલોમાં કેદ થયેલા બળવાખોરોને મુક્ત કરવામાં આવ્યાં. 22 નવેમ્બર 1862ના રોજ, ગવર્નર-જનરલ એલ્ગિને લંડનમાં બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટને જાણ કરી કે સુરેન્દ્ર સાંઈએ શરણાગતિ સ્વીકારી છે. આ પછી અત્તરગઢના રાજાઓ અને જમીનદારોએ અંગ્રેજો દ્વારા અપાયેલાં વચનો પૂરાં થવાની રાહ જોવાનું શરૂ કર્યું. જો કે, અંગ્રેજોએ વહીવટી માળખું બદલી નાખ્યું અને વચનોમાંથી ફરી ગયાં. જેના પગલે સુરેન્દ્ર સાઈએ ફરી એકવાર સશસ્ત્ર બળવો કરવાની યોજના બનાવી, પરંતુ અંગ્રેજોને તેની જાણ થઈ અને સુરેન્દ્ર સાંઈને મધ્યપ્રદેશના ખંડવા નજીક અસીરગઢના કિલ્લામાં ધરપકડ કરી કેદ કરવામાં આવ્યાં જ્યાં 17 વર્ષ સુધી કેદમાં રહ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ રામગઢના રાણી અવંતીબાઈ, એ રાણી જેને જીવતેજીવ અંગ્રેજો હાથ ન અડાડી શક્યાં

અંગ્રેજોએ નારાયણસિંહને પકડવા ગામને આગ લગાવી

સુરેન્દ્ર સાંઈની જેમ અંગ્રેજોએ સોનાખાનના જામીનદાર નારાયણસિંહની ધરપકડ કરવા માટે ગામલોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું અને ગામને આગ લગાવી દીધી. પોતાના પ્રિયજનો પરના અત્યાચાર જોઈને વીર નારાયણસિંહે શરણાગતિ સ્વીકારી. 5 ડિસેમ્બર 1857ના રોજ, તેમને રાયપુરમાં ડેપ્યુટી કમિશનર એલિયટને સોંપવામાં આવ્યાં. વીર નારાયણસિંહને રાયપુરમાં ફાંસીની સજા આપવામાં આવી હતી.

જોકે હાલની પેઢી ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઇ ગયેલા આ નાયકો વિશે બહુ ઓછું જાણતી હશે. એમ કહી શકાય કે આ પ્રદેશના રાજાઓ અને જમીનદારોએ અંગ્રેજોને સમજાવ્યું હતું કે તેઓ આટલી સરળતાથી પોતાની આઝાદી ગુમાવવાના નથી.

આ પણ વાંચોઃ ગુજરાતના એવા આંદોલનકારી કે જેમણે ગાંધીજીને ચરખો ચલાવતા શિખવાડ્યું, જાણો લડવૈયાઓની કહાની...

Last Updated : Sep 5, 2021, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.