ભિલાઈ : આ સમગ્ર મામલો ખુરસીપર પોલીસ સ્ટેશન વિસ્તારની લેબર કોલોનીનો છે. અહીં રહેતા અમર દેવ રાયે શુક્રવારે મોડી રાત્રે 3.30 કલાકે ઝઘડો કર્યા બાદ ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન આરોપી પિતાએ તેની પત્ની અને ત્રણ પુત્રીઓ પર ઘરમાં તલવાર અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં જ્યોતિ રાયની 18 વર્ષની પુત્રીનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય પુત્રીઓ વંદના, પ્રીતિ રાય અને પત્ની દેવંતી રાયની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થળ સીલ કર્યા બાદ ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad Crime : જમાલપુરમાં મિત્રતા નિભાવવા માટે હત્યાનો ખુલાસો, પોલીસે 5ની કરી ધરપકડ
ભિલાઈમાં પિતાએ પુત્રીની તલવારથી કરી હત્યા : ખુરસીપર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વીરેન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું કે, સવારે 4 વાગે માહિતી મળી હતી કે ખુરસીપરમાં એક વ્યક્તિએ તેના પરિવારના સભ્યો પર તલવાર વડે હુમલો કર્યો છે. માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપી અમરદેવ રાયના જમાઈ અભિષેક સિંહ પણ ત્યાં હાજર હતા. જમાઈએ જણાવ્યું કે અમરદેવ રાયે તેની ત્રણ દીકરીઓ અને પત્ની પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણેયને સુપેલા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં એક પુત્રીનું મૃત્યુ થયું હતું. તમામને જિલ્લા હોસ્પિટલમાં રીફર કર્યા બાદ શંકરાચાર્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ હાલ આગળની તપાસ પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad Crime: અમદાવાદ થયું રક્તરંજિત, અત્યાર સુધીમાં 4 હત્યા
અન્ય એક હત્યાની ધટના : આ ઉપરાંત શુક્રવારે પોલીસે 7 ફેબ્રુઆરીએ નારાયણપુરના શાંતિ નગરમાં એક મહિલાના શંકાસ્પદ મૃત્યુનો ખુલાસો કર્યો હતો. નારાયણપુરના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, મહિલાની હત્યા કરવામાં આવી છે. હત્યારો તેનો પતિ હતો. આરોપી જયરામ કોરમ પોલીસ વિભાગમાં નવા કોન્સ્ટેબલ તરીકે નારાયણપુરમાં તૈનાત હતો. મંગળવારે તેની પત્ની સાથે ઝઘડો થયો, ત્યારબાદ તેણે તેણીને એટલી માર માર્યો કે તેણીનું મૃત્યુ થયું. મહિલાના શંકાસ્પદ મૃત્યુના કેસમાં પોલીસે પતિને કસ્ટડીમાં લીધા બાદ તેની કડક પૂછપરછ કરી તો આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો.