ETV Bharat / bharat

કેરળ વરમા પેઝાસ્સીરઝા: લોકોનો એવો રાજા જેણે બ્રિટિશરો સામે છેડ્યું હતું વીરતાભર્યું યુદ્ધ

author img

By

Published : Sep 25, 2021, 6:29 AM IST

Updated : Sep 25, 2021, 12:25 PM IST

કેરળ વરમા પેઝાસ્સીરઝા એક એવું નામ છે જેણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને 1793થી 1805 સુધી તોબા પોકારાવી હતી. તેમની અપાર લોકપ્રિયતા એવી હતી કે તેમના વફાદારો જ નહીં અને દુશ્મનો તરફથી પણ તારીફ થઇ હતી, જેણે તેમને સાચા અર્થમાં લોકોના રાજા બનાવ્યાં હતાં. બંદૂકો અને સંગઠિત લશ્કર સામે, પેઝાસ્સીરઝાએ ધનુષ અને બાણ સાથે યુદ્ધ કર્યું પરંતુ તેમના યોદ્ધાઓનું મનોબળ પોલાદ જેવું મજબૂત હતું. કેરળ વરમા પેઝાસ્સીરઝા જેવા યોદ્ધા રાજાને યાદ કરવા પ્રાસંગિક છે કારણ કે દેશના 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

કેરળ વરમા પેઝાસ્સીરઝા: લોકોનો એવો રાજા જેણે બ્રિટિશરો સામે છેડ્યું હતું વીરતાભર્યું યુદ્ધ
કેરળ વરમા પેઝાસ્સીરઝા: લોકોનો એવો રાજા જેણે બ્રિટિશરો સામે છેડ્યું હતું વીરતાભર્યું યુદ્ધ

  • ભારતની સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી નિમિત્તે વીર પેઝાસ્સીરઝા કથાનક
  • કેરળ વરમા પેઝાસ્સીરઝાએ અંગ્રેજોના દાંત ખાટાં કરી નાંખ્યાં હતાં
  • બ્રિટિશરો સામે વાયનાડમાં તેમણે આપેલી લડત ભારતના ઇતિહાસનું શૌર્યભર્યું પ્રકરણ

હૈદરાબાદ: દેશવાસીઓ પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવતાં એ રાજાઓ અને લડવૈયાઓને યાદ કરી રહ્યાં છે જેમણે પોતાના વતનને બ્રિટિશ વર્ચસ્વથી આઝાદ કરવાની લડાઈ લડી હતી તે ભૂલી શકાય તેમ નથી. કેરળના મલાબાર ક્ષેત્રમાં ક્રાંતિનું નેતૃત્વ કરનાર બહાદુર યોદ્ધા કેરળ વરમા પેઝાસ્સીરઝાનું નામ એટલું જાણીતું આજે પણ નથી જેને આઝાદીના ઇતિહાસમાં ઉલ્લેખિત કરવાની જરૂર છે. પેઝાસ્સીરઝાના નેતૃત્વમાં કેરળના વાયનાડમાં થયેલો પ્રતિકાર બ્રિટિશ સામ્રાજ્ય સામેના સંઘર્ષનું એક શૌર્યસભર પ્રકરણ છે.

બ્રિટિશરોના શોષણ વિરુદ્ધ લોકોનો અવાજ બની રહ્યાં પેઝાસ્સી

હૈદરઅલી અને ટીપુ સુલતાન પછી બીજા કોઈએ દક્ષિણમાં બ્રિટિશરો સામે બાથ ભીડી ન હતી જેટલી પેઝાસ્સીરઝાએ ભીડી હતી. વિડંબના હતી કે તેઓ બ્રિટિશરોની જેમ મૈસોરિયન હૈદર અને ટીપુ સામે પણ લડ્યાં હતાં. જોકે પેઝાસ્સીરઝા ટૂંકસમયમાં જ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ઇરાદાનો અહેસાસ થઇ ગયો હતો. કેરળના અન્ય રાજાઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે ઘૂંટણો ટેકવી દીધાં અને બ્રિટિશરો વતી શોષણ માટે લોકો પર ટેક્સ લગાવ્યાં ત્યારે પેઝસ્સીરઝાએ તેમ કરવાની ના પાડી દીધી અને લોકોને સાથે આપવા ઉન્નત મસ્તક રહી બ્રિટિશ વર્ચસ્વ સામે લડવાનું નક્કી કર્યું હતું.

આધુનિક હથિયારોથી સજ્જ બ્રિટિશ આર્મી સામે ધનુષ્યબાણની સેના

બંદૂકો અને ગન પાવડર સાથે સંગઠિત બ્રિટીશ આર્મી સામે પેઝાસ્સીરઝાએ બાણ અને ધનુષ્ય ધરાવતાં સૈન્યની કૂચ કરી. એટલું જ નહીં બ્રિટીશ દળોને એવું નુકસાન પહોંચાડ્યું કે તેને કળ વળતાં વાર લાગે. 1793થી 1805 સુધી, પેઝસ્સીરઝાએ યુદ્ધમાં મૃત્યુ પામ્યાં ત્યાં સુધી બ્રિટિશરોને નાકે દમ લાવી દીધો હતો. નાયર અને કુરિચ્યા સૈનિકોની મદદથી પેઝાસ્સીરઝા દ્વારા ચલાવવામાં આવેલું એ તીવ્ર ગેરિલા યુદ્ધ હતું. કન્નવમ અને વાયનાડના જંગલો અંગ્રેજો સામેના આ ભવ્ય પ્રતિકારના સાક્ષી બન્યાં હતાં. બ્રિટિશ સેનાના એ સમયના આધુનિક એવા શસ્ત્રો, બંદૂકો અને દારૂગોળા સામે પેઝાસ્સીરઝા પોતાની સેનાનું મનોબળ અકબંધ રાખનાર વીર હતાં.

પેરિયા પાસ પર અંગ્રેજોને હરાવી દીધાં હતાં

પેઝાસ્સીની સેનાનું યુદ્ધકૌશલ્ય એટલું તીવ્ર અને વ્યૂહાત્મક હતું કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને 1797માં પેરિયા પાસ પર ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. કંપનીએ રાજા સાથે સંધિ પર હસ્તાક્ષર કરવા પડ્યાં હતાં. 1797થી લઇ 1800ની વચ્ચે શાંતિ સંધિ દરમિયાન પણ પેઝાસ્સીની સેનાઓ કંપનીને કવરાવતી રહી હતી. પરંતુ ટીપુ સુલતાન જેવા યૌદ્ધાના પતન અને તેના હથિયારોની તાકાત ઘટ્યાં પછી 1800 પછી બ્રિટિશરોની તરફેણમાં સઢ ફેરવાઈ ગયો.

બ્રિટિશરોએ કપટનો આશરો લીધો

બ્રિટિશરો પોતાના શૌર્યના બળ કરતાં વધુ તો ખંધાઈ અને કૂટનીતિ દ્વારા પઝાસ્સી સામે કામ લઇ રહ્યાં હતાં. તેઓએ દેશદ્રોહીઓની શોધ કરી અને કોલકર તરીકે ઓળખાતા સૈનિકો તરીકે ઉભા કર્યા. એક ગેરિલા લશ્કર સામે બીજું ગેરિલા લશ્કર ઊભું કરીે બ્રિટિશરોએ પઝાસ્સીરઝાને વાયનાડમાં અલગથલગ કરી દીધાં.

1805માં માવિલામથોડુ નદીના કિનારે મૃત્યુ પામ્યાં પેઝાસ્સીરઝા

આર્થર વેલેસ્લી જેવા અનુભવી સૈન્ય અધિકારી પ્રાપ્ત કરી શક્યાં ન હતાં તે એક ખંધા કર્મચારી થોમસ હાર્વે બેબરના વિશ્વાસઘાતે મેળવી લીધું હતું. તેણે સ્થાનિક બાતમીદારો ઊભાં કર્યાં હતાં. આવા લોકો જોકે તેને બહુ મળ્યાં ન હતાં કે જેઓ પઝાસ્સી ક્યાં છે તે બતાવી દે. પઝાસ્સીરઝા 1805માં કેરળ-કર્ણાટક સરહદ નજીક માવિલામથોડુ નદીના કિનારે મૃત્યુ પામ્યાં હતાં. તેમના મૃત્યુ વિશે બે અનુમાન પ્રવર્તે છે. કેટલાકનો દાવો છે કે તેમણે બ્રિટિશ સેનાના હાથે ચડ્યાં વિના હીરાની વીંટી ચૂસી જઈને આત્મહત્યા કરી હતી. તો અન્ય જૂથનું કહેવું છે કે તેમને અંગ્રેજોએ ગોળી મારી મોતને ઘાટ ઊતાર્યાં હતાં.

બ્રિટિશરોએ પણ તેમના મૃતદેહનું માન રાખ્યું હતું

બ્રિટિશરોએ વીર પઝાસ્સીરઝાના મૃતદેહને મનથાવાડી પર્વતના શિખર પરથી ભારે આદરપૂર્વક માવિલામથોડુ નદીના કિનારેથી લઇ આવ્યાં હતાં તે ઘટના ઐતિહાસિક છે. પરંતુ હજુ પણ તલક્કલ ચાંથુ અને એડચેના કુંકન જેઓ પઝાસીના સેનાપતિઓ હતાં તેમના માટે પૂરતાં સ્મરણો નથી. ઇતિહાસકારો માગ કરે છે કે વીર પઝાસીના સંઘર્ષનો ઇતિહાસ જે વિવિધ આર્કાઇવ્સમાં વેરવિખેર પડ્યો છે, તેને એકછત્ર કરવામાં આવે અને પઝાસી ક્રાંતિના આર્કાઇવ્સને પુનઃસ્થાપિત કરવામાં આવે.

આ બે છે તેમની વીરતાની યાદગીરી સમાં સ્મારક

વીર પઝાસ્સીરઝાના સંઘર્ષને ચિહ્નિત કરવા માટે વાયનાડમાં વીરા પઝાસીના બે સ્મારકો આવેલાં છે. પુલપલ્લી માવીલામથોડુના કિનારે પઝાસી મેમોરિયલ સ્તૂપ જ્યાં તેઓ શહીદ થયાં હતાં અને માનથાવાડી ખાતે પાઝ્સ્સી કબર તેમની અપ્રતિમ લડાઈની કથાઓની યાદ અપાવે છે.

Last Updated : Sep 25, 2021, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.