ETV Bharat / bharat

karnataka hijab controversy: જો તમે હિજાબ અને બુરખાની માંગ કરો છો તો પાકિસ્તાન જાવ - આતંકવાદી માનસિકતા

કર્ણાટકમાં શાળાઓમાં હિજાબનો મુદ્દો વેગ પકડી રહ્યો છે (karnataka hijab controversy). હવે શ્રી રામ સેના પ્રમુખે આ અંગે નિવેદન આપ્યું છે. તે કહે છે કે, યુનિફોર્મની અવગણના તેની "આતંકવાદી માનસિકતા" દર્શાવે છે. આવી વિદ્યાર્થીનીઓને શાળામાંથી કાઢી મુકવી જોઈએ.

karnataka hijab controversy: જો તમે હિજાબ અને બુરખાની માંગ કરો છો તો પાકિસ્તાન જાવ

author img

By

Published : Feb 2, 2022, 5:39 PM IST

હુબલીઃ કર્ણાટકની કેટલીક શાળાઓમાં હિજાબ (ઈસ્લામિક સ્કાર્ફ)નો વિવાદ (karnataka hijab controversy) અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે ( Sriram Sena chief Pramod Muthalik) કહ્યું કે, જેઓ હિજાબ પહેરવાનો આગ્રહ રાખે છે, યુનિફોર્મની અવગણના તેમની 'આતંકવાદી માનસિકતા' દર્શાવે છે. આવી વિદ્યાર્થીનીઓને શાળામાંથી કાઢી મુકવી જોઈએ.

આ શાળા છે કે, તમારું ધાર્મિક કેન્દ્ર?

તેમણે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે "આ કટ્ટરતા તેમને (વિદ્યાર્થીઓને) આતંકવાદી સ્તરે લઈ જવાની માનસિકતા ધરાવે છે. હમણા તે હિજાબ કહે છે, પછી તે બુરખો માંગશે, પછી તે નમાઝ અને મસ્જિદનો પણ આગ્રહ કરશે. આ શાળા છે કે, તમારું ધાર્મિક કેન્દ્ર?' તેમણે સરકારને આ મુદ્દા પર કોઈ જાહેર ચર્ચા ન થવા દેવા અને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું. મુતાલિકે કહ્યું, 'આ માનસિકતા સૌથી ખતરનાક છે. હું શું કહું છું કે, જાહેર ચર્ચાની તક આપ્યા વિના, તેમને (હિજાબ માંગતી છોકરીઓ)ને ટ્રાન્સફર સર્ટિફિકેટ (Transfer certificate) આપીને બહાર ફેંકી દેવા જોઈએ.' નેતાએ કહ્યું કે, સ્કૂલ મેનેજમેન્ટે કડકાઈથી છોકરીઓને કહેવું જોઈએ કે, હિજાબ પહેરીને સ્કૂલમાં આવવાની જરૂર નથી.

યુનિફોર્મ એટલે એકરૂપતા

મુતાલિકે કહ્યું કે યુનિફોર્મ એટલે એકરૂપતા અને સમાનતા. ડ્રેસ કોડ એટલા માટે લાવવામાં આવ્યો છે કે ,ઉચ્ચ અને નીચલી જાતિ અથવા ધાર્મિક ઓળખનું પ્રદર્શન ન થાય. તેણે કહ્યું, 'તમે ઘરે જે પણ કરવા માંગો છો તે કરવાની તમને સ્વતંત્રતા છે, પરંતુ એકવાર તમે શાળામાં પ્રવેશ્યા પછી તમારે તમારી શાળાના નિયમોનું પાલન કરવું પડશે.'

આ પણ વાંચો: Corona Case In Jamnagar: જામનગરમાં કોરોનાનો હાહાકાર, 2 બાળકો સહિત 5ના મોત

'જો તમે હિજાબ અને બુરખાની માંગ કરો છો તો પાકિસ્તાન જાવ'

તેમણે દાવો કર્યો હતો કે, કોલાર જિલ્લાના કુનિગલ તાલુકામાં મુસ્લિમ બહુલ ગામ બોમ્મનહલ્લીની એક શાળામાં કામ કર્યા બાદ એક હિન્દુ શિક્ષકની બદલી કરવામાં આવી હતી. કોલારના ચિંતામણી તાલુકાની એક શાળાની બીજી ઘટનાનો ઉલ્લેખ કરતા, જ્યાં બાળકો પ્રાર્થના કરતા હતા, મુતાલિકે પૂછ્યું, "શું તમે ભારતને પાકિસ્તાન કે અફઘાનિસ્તાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમારી અલગતાવાદી માનસિકતા સાથે, જો તમે હિજાબ અને બુરખાની માંગ કરો છો, તો પાકિસ્તાન જાઓ.'' તેમણે માંગ કરી હતી કે, સરકારે આવી માનસિકતા વધવા દેવી જોઈએ નહીં. લગભગ એક મહિના પહેલા, ચિક્કામગાલુરુ જિલ્લામાં વર્ગમાં હિજાબ પહેરેલી મુસ્લિમ છોકરીઓ સામે વિરોધ કરવા માટે ભગવા સ્કાર્ફ પહેરેલા હિંદુ વિદ્યાર્થીઓએ વર્ગોમાં હાજરી આપવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાએ રોમાંસના મહિનામાં દેખાડ્યો અંદાજ, જૂઓ તસવીરો

એક ઘટના ઉડુપીમાં પણ બની

આવી જ એક ઘટના ઉડુપીમાં બની હતી જ્યાં સરકારી ગર્લ્સ પ્રી-યુનિવર્સિટી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓએ હિજાબ વગર ક્લાસમાં પ્રવેશવાની ના પાડી હતી. લગભગ એક મહિના સુધી ક્લાસથી દૂર રહ્યા બાદ, સ્થાનિક ધારાસભ્ય કે રઘુપતિ ભટ, જેઓ કોલેજ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ છે, તેમણે પણ બે દિવસ પહેલા નિર્ણય લીધો હતો કે વિદ્યાર્થીઓ તેને પહેરીને વર્ગખંડમાં પ્રવેશી શકશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.