- કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા (Chief Minister Yeddyurappa) દિલ્હી પહોંચ્યા
- યેદિયુરપ્પાએ (Yeddyurappa) ભાજપના હાઈ કમાન્ડ સાથે કરી મુલાકાત
- રાજીનામાનો (Resignation) કોઈ સવાલ જ નથીઃ યેદિયુરપ્પા
નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પા (Karnataka Chief Minister B. S. Yeddyurappa)એ પોતાના રાજીનામાની (Resignation) અટકળોને શનિવારે રદિયો આપ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, આમાં કોઈ સચ્ચાઈ નથી. રાજીનામાના સવાલ પર યેદિયુરપ્પાએ સ્પષ્ટ ના કહી દીધી હતી. કર્ણાટકના મુખ્યપ્રધાને એ પણ કહ્યું હતું કે, તેઓ બેંગલુરૂ પરત ફરવાથી પહેલા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરીશું. જ્યારે તેમને રાજીનામા અંગે પ્રશ્નો પૂછ્યો તો તેમણે સ્પષ્ટ ના કહી દીધી હતી અને કહ્યું હતું કે, આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન સાથે કર્ણાટક સરકારના પ્રધાન જગદીશ શેટ્ટરની યોજાઈ મુલાકાત
યેદિયુરપ્પાએ શુક્રવારે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી
યેદિયુરપ્પા ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય પ્રધાનોને મુલાકાત કર્યા બાદ શનિવારે બેંગલુરૂ પરત ફરશે. તેમણે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી અને કાવેરી નદી પર મેકેદતુ પરિયોજના (Macedatu project) સહિત રાજ્યના બાકી કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક એવા સમયમાં થઈ છે. જ્યારે રાજકીય વર્તુળમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે. કર્ણાટકના ભાજપના કેટલાક અસંતુષ્ટ નેતા યેદિયુરપ્પા અને તેમના પરિવાર પર ભ્રષ્ટાચાર અને તંત્રમાં હસ્તક્ષેપ કરવાના આરોપને લઈને નિશાન સાધી રહ્યા છે, જેનાથી પાર્ટી તથા સરકારની ફજેતી થઈ છે.
આ પણ વાંચોઃ થાવરચંદ ગેહલોતે કર્ણાટકના 19માં રાજ્યપાલના રૂપમાં લીધા શપથ
પાર્ટીનું એક ગૃપ યેદિયુરપ્પાને હટાવવા માગે છે
પાર્ટીનું અન્ય એક ગૃપ યેદિયુરપ્પા (79)ને તેમની ઉંમરને જોતા હટાવવાની માગ કરી રહ્યા છે તથા વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election) મુખ્યપ્રધાનનો નવો ચહેરો રજૂ કરવાની જરૂરિયાત પર જોર આપી રહ્યું છે. પ્રધાનમંડળમાં સંભવિત ફેરફાર પર યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન સાથે મુલાકાત પહેલા કહ્યું હતું કે, જો પ્રધાનમંડળમાં ફેરફાર કે વિસ્તરણ પર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે કોઈ ચર્ચા થાય છે તો હું તમને જણાવીશ.