નવી દિલ્હી: ભારતીય નૌકાદળના INS સતપુરા (INS Satpura arrived in Australia) અને P8I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ (P8I Maritime Patrol Aircraft arrive in Australia) 12 સપ્ટેમ્બરના રોજ રોયલ ઓસ્ટ્રેલિયન નેવી દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય કવાયત કાકડુ 2022 માં (Kakadu Exercise 2022) ભાગ લેવા ઓસ્ટ્રેલિયાના ડાર્વિન પહોંચ્યા છે. બંદર અને દરિયા બંન્નેમાં 2 સપ્તાહ સુધી ચાલનાર આ અભિયાનમાં 14 નૌકાદળના જહાજો અને સી-પ્લેન સામેલ છે. કવાયતના બંદર તબક્કા દરમિયાન, જહાજના ક્રૂ ભાગ લેનાર નૌકાદળ સાથે ઓપરેશનલ પ્લાનિંગ ક્રિયાપ્રતિક્રિયાઓ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં જોડાશે.
ભારતીય નૌકાદળના INS સતપુરા : INS સતપુરા એ સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલ અને 6000 ટન ગાઈડેડ મિસાઈલ સ્ટીલ્થ ફ્રિગેટ છે જે હવા, સપાટી અને પાણીની અંદર પ્રતિસ્પર્ધીઓને શોધવા અને તેનો નાશ કરવા માટે સજ્જ છે. INS સતપુરા, વિશાખાપટ્ટનમ સ્થિત ઈસ્ટર્ન ફ્લીટના ફ્રન્ટલાઈન યુનિટને ભારતની આઝાદીના 75માં વર્ષમાં લાંબા અંતરની ઓપરેશનલ જમાવટનું કાર્ય સોંપવામાં આવ્યું છે.
-
INS Satpura and P8I Maritime Patrol Aircraft of the Indian Navy reached Darwin in Australia yesterday, for participation in the multinational Exercise Kakadu, hosted by the Royal Australian Navy: Indian Navy pic.twitter.com/CdzvKGjweI
— ANI (@ANI) September 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">INS Satpura and P8I Maritime Patrol Aircraft of the Indian Navy reached Darwin in Australia yesterday, for participation in the multinational Exercise Kakadu, hosted by the Royal Australian Navy: Indian Navy pic.twitter.com/CdzvKGjweI
— ANI (@ANI) September 13, 2022INS Satpura and P8I Maritime Patrol Aircraft of the Indian Navy reached Darwin in Australia yesterday, for participation in the multinational Exercise Kakadu, hosted by the Royal Australian Navy: Indian Navy pic.twitter.com/CdzvKGjweI
— ANI (@ANI) September 13, 2022
જહાજ INS સતપુરા ચર્ચામાં હતું : ભારતીય યુદ્ધ જહાજ INS સતપુરા તાજેતરમાં ચર્ચામાં હતું. આ યુદ્ધ જહાજ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેની ફિજી સફર પૂર્ણ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 1 સપ્ટેમ્બરે ફિજી પહોંચી હતી. ભારતીય નૌકાદળ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, યુદ્ધ જહાજની મુલાકાતનો હેતુ ભારત અને ફિજી વચ્ચેના સંબંધો અને સહયોગને વધુ મજબૂત કરવાનો હતો. INS સતપુરા ભારતીય નૌકાદળમાં સામેલ શિવાલિક વર્ગનું સ્ટીલ્થ મલ્ટી-રોલ ફ્રિગેટ છે. આ યુદ્ધ જહાજ અગાઉના તલવાર વર્ગના યુદ્ધ જહાજોની સરખામણીમાં અદ્યતન સ્ટીલ્થ ફીચરથી સજ્જ છે.
3 સપ્ટેમ્બરે દક્ષિણ પ્રશાંત મહાસાગર માટે રવાના થયું હતું : INS સતપુરા જમીન પર, આકાશમાં અને પાણીની નીચે દુશ્મનોને શોધીને તેનો નાશ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ યુદ્ધ જહાજ ફિજીના સુવા બંદરેથી 3 સપ્ટેમ્બરે દક્ષિણ પ્રશાંત મહાસાગર માટે રવાના થયું હતું. અગાઉ આ યુદ્ધજહાજએ ઉત્તર અમેરિકા ખંડના સાન ડિએગોમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે ભારતીય નૌકાદળ દ્વારા વિશ્વના તમામ 6 વસતી ખંડોમાં જહાજોની તૈનાતીના ભાગરૂપે ત્રિરંગો લહેરાવ્યો હતો.