- વર્ષ 2008માં મુંબઈ આતંકવાદી હુમલા (Mumbai Attack)નો મામલો
- મુંબઈ હુમલા (Mumbai Attack)નો વોન્ટેડ તહવ્વુર રાણા (Tahavvur Rana) અમેરિકાની કસ્ટડીમાં જ રહેશે
- ભારત સરકારે અમેરિકાને રાણાના ઔપચારિક પ્રત્યાર્પણનો અનુરોધ કર્યો છે
વોશિંગ્ટનઃ વર્ષ 2008માં મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ થવાના કારણે ભારતથી ભાગેલો તહવ્વુર રાણા અત્યારે અમેરિકાની જ કસ્ટડીમાં રહેશે. પાકિસ્તાની મૂળના કેનેડીયન વેપારી તહવ્વુર રાણાના વ્યક્તિગત પ્રત્યાર્પણ મામલામાં લોસ અન્જલિસમાં એક ફેડરલ જસ્ટિસે બચાવ પક્ષના વકીલો અને ફરિયાદીઓને 15 જુલાઈ સુધી વધારાના દસ્તાવેજ દાખલ કરવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો- મુંબઇ હુમલાનો આતંકી પાકિસ્તાનથી હતો, પાકે કર્યો સ્વીકાર
મેજિસ્ટ્રેટ જસ્ટિસ જેકલીન ચુલજિયાને ગુરુવારે બચાવ પક્ષના વકીલો અને ફરિયાદીઓને 15 જુલાઈ સુધી વધારાના દસ્તાવેદ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ રાણા ફેડરલ કસ્ટડીમાં રહેશે. ભારતીય અધિકારીઓનો આરોપ છે કે, રાણાએ પોતાના બાળપણના મિત્ર ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને પાકિસ્તાની આતંકવાદી સમૂહ લશ્કર-એ-તૈયબા, આર્મી ઓફ ધ ઘુડની મદદ કરવા માટે મુંબઈમાં વર્ષ 2008ના આતંકી હુમલાનું ષડયંત્ર કર્યું હતું, જેમાં 166 લોકોના મોત થયા હતા. જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સાથે જ 1.5 બિલિયન અમેરિકી ડોલરનું નુકસાન થયું હતું.
આ પણ વાંચોઃ મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાનો દાવો, 26/11ને 'હિન્દુ આતંકવાદ' તરીકે રજૂ કરવાનું ષંડયત્ર
જૂન 2020માં થઈ હતી ધરપકડ
ભારતના અનુરોધ પર રાણાને મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ આરોપમાં લોસ એન્જિલિસમાં 10 જૂન 2020ના દિવસે ફરી એક વાર ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ હુમલામાં 6 અમેરિકી નાગરિકો સહિત 166 લોકોના મોત થયા હતા. ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે. પાકિસ્તાની મૂળના 60 વર્ષીય અમેરિકી નાગરિક હેડલી વર્ષ 2008માં થયેલા મુંબઈ હુમલાનું ષડયંત્ર રચવામાં સામેલ હતો અને હુમલામાં પોતાની ભૂમિકા માટે વર્તમાનમાં અમેરિકામાં 35 વર્ષથી જેલની સજા કાપી રહ્યો છે.
અમેરિકા કરી રહ્યો છે ભારતનો સહયોગ
આ મામલામાં અમેરિકાનું કહેવું છે કે, 59 વર્ષીય રાણાને ભારતમાં પ્રત્યાર્પણ ભારત અને અમેરિકા વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ અનુરૂપ છે. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ અનુસાર, ભારત સરકારે રાણાના ઔપચારિક પ્રત્યાર્પણનો અનુરોધ કર્યો છે અને અમેરિકામાં પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમેરિકા સરકારે દલીલ કરી છે કે, ભારત પ્રત્યાર્પણ માટે રાણા દરેક માપદંડોને પૂરા કરે છે. અમેરિકાએ કહ્યું હતું કે, તે રાણાને ભારત પ્રત્યાર્પિત કરવા માટે પ્રમાણનેનો અનુરોધ કરે છે અને પ્રત્યાર્પણ અનુરોધમાં સંભવિત કારણ સ્થાપિત કરવા માટે પર્યાપ્ત પૂરાવા છે તથા રાણાએ ભારતના અનુરોધને નકારવા માટે પૂરાવા નથી આપ્યા.