ETV Bharat / bharat

Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર કોર્ટમાં હાજર, ટૂંક સમયામાં સંભળાવશે ચુકાદો

Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ (Mohammad Zuber Alt News) ઝુબેરને મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. અગાઉ તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તેના પર ચોક્કસ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર કોર્ટમાં હાજર, ટૂંક સમયામાં સંભળાવશે ચુકાદો
Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર કોર્ટમાં હાજર, ટૂંક સમયામાં સંભળાવશે ચુકાદો
author img

By

Published : Jun 28, 2022, 7:19 PM IST

નવી દિલ્હીઃ Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને (Mohammad Zuber Alt News) મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. અગાઉ તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં (Mohammad Zubair sent to police custody) મોકલવામાં આવ્યો હતો. તેના પર ચોક્કસ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.

આ પણ વાંચો: અરબી સમુદ્રમાં હેલિકોપ્ટર દુર્ઘટના, 2 પાયલોટ સહિત 9 મુસાફરોમાથી આટલા બચ્યા

મોહમ્મદ ઝુબેર વતી એડવોકેટ વૃંદા ગ્રોવરે દલીલો કરી: વૃંદા ગ્રોવરે કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટે 2019માં ઝુબેરને સુરક્ષા આપી હતી. તે કિસ્સામાં, દિલ્હી પોલીસે તપાસને લઈને સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો અને કહ્યું હતું કે, ઝુબેરના ટ્વીટ (Mohammad Zubair tweet)માં કંઈ ખોટું નથી. ગ્રોવરે કહ્યું કે, ઝુબેરને 27 જૂને નોટિસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. 27મી જૂને સાંજે 5 વાગ્યે પૂછપરછ શરૂ થઈ હતી. પૂછપરછ બાદ ઝુબેરની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: બેટલ ઓફ બેલી ડાન્સર્સ કાર્યક્રમમાં બજરંગદળે પાડ્યો ભંગ

વૃંદા ગ્રોવરે કહ્યું કે, ધરપકડ બાદ તેને ડ્યુટી મેજિસ્ટ્રેટ પાસે લઈ જવાયો, જ્યાં દિલ્હી પોલીસે સાત દિવસની કસ્ટડી માંગી, પરંતુ ડ્યુટી મેજિસ્ટ્રેટે એક દિવસની પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો. FIRમાં ભારતીય દંડ સંહિતાની કલમ 153A અને 295 લગાવવામાં આવી છે. કલમ 153A વધુમાં વધુ 3 વર્ષની સજા અને કલમ 295માં વધુમાં વધુ 2 વર્ષની સજાની જોગવાઈ છે. ગ્રોવરે કહ્યું કે, મારી પાસે રિમાન્ડની કોપી પણ નથી. મારા જુનિયર સોશિયલ મીડિયા પર થોડા એક્ટિવ છે. એક ટેલિવિઝન વેબસાઇટ ચેનલ પરથી, તેઓએ તેને ડાઉનલોડ કર્યું છે. પોલીસે હજુ સુધી અમને તે આપી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.