- અંજન બંદોપાધ્યાયનું રવિવારે રાત્રે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું
- લગભગ એક મહિના પહેલા તે કોરોનાથી સંક્રમિત થયા હતા
- મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બંદોપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો
પશ્ચિમ બંગાળ: વરિષ્ઠ પત્રકાર અને લોકપ્રિય ટીવી પ્રસ્તુતકર્તા અંજન બંદોપાધ્યાયનું રવિવારે રાત્રે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. લગભગ એક મહિના પહેલા તે કોરોનાથી સંક્રમિત થયા હતા. આરોગ્ય વિભાગના અધિકારીએ આ માહિતી આપી.
આ પણ વાંચો: વરિષ્ઠ પત્રકાર સુનિલ જૈનનું કોરોનાથી અવસાન
બંદોપાધ્યાયનું ગઇકાલે રાતે લગભગ 9.25 વાગ્યે અવસાન થયું
અધિકારીએ જણાવ્યું કે, બંદોપાધ્યાયનું ગઇકાલે રાતે લગભગ 9.25 વાગ્યે અવસાન થયું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બંદોપાધ્યાયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અંજન બંદોપાધ્યાય પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાયના ભાઈ હતા.
આ પણ વાંચો: કોરોનાથી મૃત્યુ પામનાર ખેડૂતોના પરિજનોને વીમાનું વળતર આપવાની સુમુલ ડેરીના ડિરેક્ટરની માંગણી