ETV Bharat / bharat

Jodhpur-Bhopal Train Accident : જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી, મુસાફરોના જીવ અધ્ધર થયા - રેલવે ટ્રેક જામ

રાજસ્થાનના કોટા જંકશન પાસે એક ભયંકર ટ્રેન દુર્ઘટના સામે આવી છે. જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા કોટા સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનાને પગલે મુસાફરોના જીવ અધ્ધર થયા હતા, જોકે કોઈ મુસાફરને ઈજા થઈ નહોતી. પરંતુ અકસ્માતગ્રસ્ત ટ્રેન સહિત અન્ય ટ્રેન કેટલાક કલાક મોડી પડી હતી.

Jodhpur-Bhopal Train Accident
Jodhpur-Bhopal Train Accident
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 10:09 AM IST

જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી

રાજસ્થાન : જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેન શુક્રવારે મોડી રાત્રે કોટા જંકશન પર અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ટ્રેનમાં સવાર મુસાફરોને અચાનક જોરદાર અવાજ આવ્યો અને અકસ્માતની જાણ થતા તમામ કોઈક રીતે ટ્રેનમાંથી ઉતરવા લાગ્યા હતા. આ સમયે અડધી ટ્રેન જ પ્લેટફોર્મ પર પહોંચી હતી.

રેલવે પ્રશાસનમાં ખળભળાટ : બીજી તરફ અકસ્માતની જાણ થતાં જ રેલવેનું ઈમરજન્સી હૂટર પણ વાગ્યું હતું. જેના કારણે રેલવે પ્રશાસન અને અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. પાટા પરથી ઉતરી ગયેલા બંને કોચને પાટા પર પાછા મુકવામાં આવ્યા હતા અને લગભગ 2 કલાક બાદ ટ્રેન રવાના થઈ હતી.

બે ડબ્બા ખડી પડ્યા : ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટના રાત્રે 10:50 વાગ્યે થઈ જ્યારે જોધપુર-ભોપાલ પેસેન્જર પ્લેટફોર્મ નંબર 4 પર ચાલી રહી હતી. ટ્રેનનો અડધો ભાગ પ્લેટફોર્મ પર પહોંચ્યો હતો, ત્યારે ત્રીજો અને ચોથો ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. આ ડબ્બા થર્ડ AC અને જનરલ કોચ હતો. આ ઘટના સર્જાઈ ત્યારે ટ્રેનની સ્પીડ પણ ઘણી ઓછી હતી, આથી કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ નથી.

બચાવ કામગીરી : બાદમાં અકસ્માત રાહત ટ્રેન પણ ઘટના સ્થળે પહોંચી અને હાઇડ્રોલિક જેકની મદદથી કોચને ઉપાડવાનું કામ શરૂ થયું હતું. લગભગ 2 કલાક બાદ ટ્રેનના ડબ્બાને ફરી ટ્રેક પર ગોઠવી દેવાયા બાદ ટ્રેન લગભગ 1:15 વાગ્યે રવાના થઈ હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે ત્યારબાદ ઘટના બનવાનું કારણ સામે આવશે.

આ ટ્રેન થઈ પ્રભાવિત : જોધપુર-ભોપાલ ટ્રેનના અકસ્માતને કારણે ત્રણ રેલવે ટ્રેક જામ થઈ ગયા. પ્લેટફોર્મ નંબર 2 થી 4 પર લાંબા સમય સુધી ટ્રેનોની અવરજવર થઈ શકી નહોતી. આ ટ્રેક પર આવનારી ટ્રેનોને નજીકના અન્ય સ્ટેશન અથવા આઉટર પર રોકવી પડી હતી. જેના કારણે આ ટ્રેનો પણ કલાકો સુધી અટવાઈ રહી હતી. આ ટ્રેનોમાં જયપુર-ચેન્નઈ એક્સપ્રેસ, અમૃતસર-મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ, કોટા ઈટાવા અને ઈન્દોર-કોટા ઇન્ટરસિટીનો સમાવેશ થાય છે.

  1. ભાવનગર ડિવિઝનમાં ચાલતી ત્રણ ટ્રેનોના રૂટમાં ફેરફાર, સાંસદ રમેશ ધડૂકે જેતલસર જંકશન રેલવે સ્ટેશનથી ટ્રેનને આપી લીલી ઝંડી
  2. A unique restaurant : સુરતમાં વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરંટ બનાવાઇ, આ પ્રકારની સુવિધાઓથી છે સુસજ્જ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.