ETV Bharat / bharat

Jharkhand news : રાંચીની રિમ્સમાં મહિલા કેદીનું કુપોષણથી મોત, જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉઠ્યાં

શુક્રવારે સવારે હોટવાર જેલમાં બંધ મહિલા કેદીનું રિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. રિમ્સ પ્રશાસને આ મામલે જણાવ્યું હતું કે મહિલા કેદીના મૃત્યુનું કારણ કુપોષણ, ટીબી અને અન્ય રોગો છે. હોટવાર જેલ પ્રશાસન સામે અનેક સવાલો આ કારણે ઊભાં થયાં છે.

Jharkhand news : રાંચીની રિમ્સમાં મહિલા કેદીનું કુપોષણથી મોત, જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉઠ્યાં
Jharkhand news : રાંચીની રિમ્સમાં મહિલા કેદીનું કુપોષણથી મોત, જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઉઠ્યાં
author img

By

Published : Jul 21, 2023, 9:34 PM IST

રાંચી : રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલ રિમ્સમાં શુક્રવારે સવારે એક મહિલા કેદીનું કેદી વોર્ડમાં સારવાર દરમિયાન મોત થયું હતું. રિમ્સ હોસ્પિટલ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મહિલા કેદીના મૃત્યુનું કારણ ટીબી, એનિમિયા અને કુપોષણ છે. મહિલા કેદીનું નામ સીતા કુમારી છે અને તેની ઉંમર 30 વર્ષ હોવાનું જણાવાયું હતું. આ મહિલા કેદી છેલ્લા ઘણા મહિનાઓથી રાંચીની હોટવાર જેલમાં બંધ હતી. ત્યારે જેલ પ્રશાસન સામે અનેક સવાલો ઊભાં થયાં છે.

2 દિવસ ઈમરજન્સીમાં સારવાર ચાલી : મળતી માહિતી મુજબ જેલમાં રહેવા દરમિયાન મહિલા કેદીની તબિયત બગડી હતી. જેલ પ્રબંધનના તબીબો દ્વારા તેની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી. જે બાદ 10 જુલાઈએ તેને રિમ્સમાં રિફર કરવામાં આવી હતી. સીતાકુમારીની રિમ્સમાં લગભગ 2 દિવસ ઈમરજન્સીમાં સારવાર કરવામાં આવી હતી.

મૃત્યુનું કારણ
મૃત્યુનું કારણ

પોસ્ટમોર્ટમ માટે મેજિસ્ટ્રેટની નિમણૂક : બે દિવસની સારવાર બાદ મહિલા કેદી સીતાકુમારીનેે ડો.વિદ્યાપતિની દેખરેખ હેઠળ કેદી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી હતી. લગભગ 10 દિવસની સારવાર બાદ 21 જુલાઈની સવારે મહિલા કેદીનું મોત થયું હતું. મહિલા કેદીના મૃત્યુની માહિતી જેલ મેનેજમેન્ટને આપવામાં આવી છે. મહિલાના પોસ્ટમોર્ટમ માટે મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી હતી.

હોટવાર જેલ પ્રશાસન સામે સવાલો : કુપોષણના કારણે મોતના કારણને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આખરે જેલમાં 30 વર્ષની મહિલાને કેવો ખોરાક આપવામાં આવ્યો કે તે કુપોષણનો શિકાર બની ગઇ. છેલ્લા કેટલાક દિવસોથી રાંચીની હોટવાર જેલમાં કેદીઓની ઘટનાઓ અને મૃત્યુને લઈને જેલ પ્રશાસન પર અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. જેના પર જેલ પ્રશાસન મૌન છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ : મહિલા કેદીને અન્ય ઘણી બીમારીઓ હતી અને તે છેલ્લા ઘણા દિવસોથી ગંભીર હાલતમાં રિમ્સમાં દાખલ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તમામ માહિતી એકત્ર કરવામાં આવશે. તેમાં જો મોત જેલ મેનેજમેન્ટ કે અન્ય કોઈ બેદરકારીના કારણે થયું છે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

  1. Morbi News : મોરબીમાં ત્રિપલ મર્ડરના ગુનામાં જેલમાં રહેલા કેદીનું મૃત્યુ
  2. ફાયરિંગમાં પાકિસ્તાની કેદીનું મોત, કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત
  3. સુરતની સબજેલમાં ટીબીથી એક કેદીનું મોત, NHRC દ્વારા તપાસના આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.