ઝારખંડ: ઝારખંડના ચાઈબાસામાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા સૈનિકોમાંથી 3 સૈનિકોને એરલિફ્ટ કરીને વધુ સારી સારવાર માટે દિલ્હી મોકલવામાં આવ્યા છે. તેમની મેડિકા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. મેડિકા હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. અહીં ત્રણેય જવાનોને વિશેષ વિમાન દ્વારા દિલ્હી લઈ જવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Bomb found in Bihar: માછલીના કન્ટેનરમાંથી મળ્યા 8 જીવતા બોમ્બ, પોલીસે કર્યા ડિફ્યુઝ
જવાનોને દિલ્હી મોકલવામાં આવ્યા: રાંચીમાં ગ્રીન કોરિડોર બનાવીને જે ત્રણ જવાનને વધુ સારી સારવાર માટે દિલ્હી એઈમ્સમાં મોકલવામાં આવ્યા છે, તેમાંથી એકના માથામાં આઈઈડી સ્પ્લિન્ટર હતું. બીજા જવાનને પેટમાં ગંભીર ઈજાઓ છે, જ્યારે ત્રીજા જવાનને તેની ગરદનની બાજુમાં ખભામાં ગંભીર ઈજાઓ છે. તેમને દિલ્હી મોકલવાના નિર્ણય બાદ રાંચી પોલીસે મેડિકા હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવ્યો અને ત્રણ ઈજાગ્રસ્ત સૈનિકોને રાંચી એરપોર્ટ લઈ ગયા. અહીંથી ત્રણેય જવાનોને વિશેષ વિમાન દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા છે.
જવાનો હવે ખતરાની બહાર: ચાઈબાસા જિલ્લામાં બુધવારે થયેલા IED બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા કોબ્રા 209 બટાલિયનના ત્રણ જવાનોને સારી સારવાર માટે રાંચીથી દિલ્હી એઈમ્સમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ હેડક્વાર્ટરથી પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય જવાનોની હાલત પહેલા કરતા ઘણી સારી છે, તેઓ હવે ખતરાની બહાર છે. પરંતુ તેના પરિવારજનો ઇચ્છતા હતા કે, તેની સારી રીતે સારવાર કરવામાં આવે તેથી એ નિર્ણય લેવામાં આવ્યો કે, ત્રણેય ઈજાગ્રસ્ત સૈનિકોની સારવાર દિલ્હીની AIIMSમાં કરવામાં આવે.
આ પણ વાંચો: SpiceJet Flight Gets Bomb Threat: કલાકોની શોધખોળ બાદ પણ ફ્લાઇટમાંથી ન મળ્યો બૉમ્બ
ચાઈબાસામાં IEd બ્લાસ્ટઃ પશ્ચિમ સિંહભૂમના ચાઈબાસામાં ચાલી રહેલા નક્સલ ઓપરેશન અભિયાન દરમિયાન IED બ્લાસ્ટ કોબ્રા જવાન ઈજાગ્રસ્ત થયા હતા. નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં કુલ 9 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. નક્સલવાદીઓએ સતત બે દિવસ બ્લાસ્ટ કર્યો હતો કે, 11મી ડિસેમ્બરે થયેલા વિસ્ફોટમાં 6 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે 12મી ડિસેમ્બરે થયેલા વિસ્ફોટમાં 3 જવાન ઈજાગ્રસ્ત થયા હતા.