ETV Bharat / bharat

Jammu Kashmir News : આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવાની સંખ્યા, વધુ ત્રણ કર્મચારીઓને કાશ્મીર પ્રશાસને કર્યા બરતરફ - terrorist activities Involved employees Dismissed

જમ્મુ-કાશ્મીર સરકારે વધુ ત્રણ કર્મચારીઓને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ બરતરફ કર્યા છે. હવે બરતરફ કરાયેલા સરકારી કર્મચારીઓની કુલ સંખ્યા 47 થઈ ગઈ છે.

Jammu Kashmir News : આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવાની સંખ્યા, વધુ ત્રણ કર્મચારીઓને કાશ્મીર પ્રશાસને કર્યા બરતરફ

author img

By

Published : Jul 17, 2023, 8:56 PM IST

જમ્મુ : જમ્મુ અને કાશ્મીર સરકારે રવિવારે વધુ ત્રણ કર્મચારીઓને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ બરતરફ કરી દીધા છે. આ સાથે કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા બંધારણની કલમ 311નો ઉપયોગ કરીને સેવામાંથી બરતરફ કરાયેલા સરકારી કર્મચારીઓની કુલ સંખ્યા 47 થઈ ગઈ છે. બરતરફ કરાયેલા કર્મચારીઓમાં એક જુનિયર એન્જિનિયર, એક શિક્ષક અને એક ઓર્ડરલીનો સમાવેશ થાય છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, આ કાર્યવાહી બંધારણની કલમ 311 હેઠળ કરવામાં આવી છે, જે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર હેઠળ નાગરિક ક્ષમતામાં કામ કરતી વ્યક્તિને બરતરફ કરવાની જોગવાઈ કરે છે.

ડ્રગની હેરાફેરીમાં સંડોવણી : સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ત્રણ બરતરફી પહેલા 44 સરકારી અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. સરકારમાં હોવાનો ફાયદો ઉઠાવતા રાષ્ટ્રવિરોધી તત્વો પ્રત્યે સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હતી. કર્મચારીઓ રાજ્યના હિતોને હાનિકારક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાયું હતું, જેમ કે આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓ અને ડ્રગની હેરાફેરીમાં સંડોવણી.

કોણ હતા આ ત્રણ લોકો : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બરતરફ કરાયેલા કર્મચારીઓમાં PMGSY, બાંદીપુર ખાતે જુનિયર એન્જિનિયર (પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ) મંજૂર અહેમદ ઇટુનો સમાવેશ થાય છે. સૈયદ સલીમ અંદ્રાબી તહેસીલ હંદવાડા, કુપવાડામાં સમાજ કલ્યાણ વિભાગમાં ઓર્ડરલી છે અને મોહમ્મદ આરીફ શેખ જે સરકારી મિડલ સ્કૂલ પાગી હલ્લા મહુર રિયાસીમાં શિક્ષક છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો સાથે કથિત રીતે કામ કરવા, આતંકવાદીઓને લોજિસ્ટિક્સ પ્રદાન કરવા, આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા, આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરવા અને અલગતાવાદીઓ એજન્ડાને આગળ વધારવા બદલ તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે.

  1. Jammu News: જમ્મુ કાશ્મીર અને લદ્દાખ HCએ PSA રદ્દ કરી, આબિદ હુસૈનને મુક્ત કરવાનો આદેશ
  2. Amarnath Yatra 2023: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં માથા પર પથ્થર વાગતા ગુજરાતી મહિલા તીર્થયાત્રીનું મોત
  3. Martyrs Day : શહીદ દિને કાશ્મીરના કાર્યક્રમમાં જવા પૂર્વ CM ઓમર અબ્દુલ્લાને સુરક્ષા આપવાનો ઈન્કાર, પગપાળા રવાના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.