શ્રીનગર: સ્થાનિક પ્રશાસને જામિયા મસ્જિદમાં રમઝાનના છેલ્લા શુક્રવારે 'જુમા-તુલ વિદા' સામૂહિક નમાજ અદા કરવાની પરવાનગી નકારી કાઢી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓએ શુક્રવારે સવારે મસ્જિદની મુલાકાત લીધી હતી અને મેનેજમેન્ટને દરવાજાને તાળું મારવા કહ્યું હતું. કારણ કે વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે કે મસ્જિદમાં 'ઝુમા-તુલ વિદા'ની નમાજની મંજૂરી આપવામાં આવશે નહીં.
શાંતિના ખોટા દાવા: નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ અહીંની જામિયા મસ્જિદમાં નમાજ ન પઢવા દેવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આ બાબતે અબ્દુલ્લાએ અહીં હઝરતબલ દરગાહ ખાતે કહ્યું કે, મને તેનો અફસોસ છે. શ્રીનગરના લોકસભાના સભ્ય અબ્દુલ્લાએ પૂછ્યું કે જો સ્થિતિ સારી છે, તો જામિયા મસ્જિદમાં નમાજની મંજૂરી કેમ નથી?" વિકાસ પર તીવ્ર પ્રતિક્રિયા આપતા, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જામિયા મસ્જિદના દરવાજાને તાળું મારીને વહીવટીતંત્ર ખીણમાં શાંતિના પોતાના દાવાઓને ખોટો ઠેરવી રહ્યું છે.
આ પણ વાંચો: Dr BR Ambedkar Statue: હૈદરાબાદમાં આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ
મુસ્લિમોને ભારે અસુવિધા: ઓમરે જણાવ્યું કે આ પગલાથી લાખો મુસ્લિમોને ભારે અસુવિધા થશે, જેઓ પરંપરાગત રીતે રમઝાનના છેલ્લા શુક્રવારે જામિયા મસ્જિદમાં નમાજ અદા કરવા માટે ઘાટીના તમામ ભાગોમાંથી અહીં આવે છે કારણ કે આ મહિનાનો છેલ્લો શુક્રવાર ખૂબ જ ખાસ છે. ગયા મહિને, સત્તાવાળાઓએ મસ્જિદમાં સામૂહિક 'શબ-એ-બારાત' નમાજની પણ મંજૂરી આપી ન હતી.
આ પણ વાંચો: Amartya Sen News : વિશ્વભારતીએ નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનના ઘરે નોટિસ ચોંટાડી, જાણો શું છે મામલો
સરકારના દાવાની વિરુદ્ધ: નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, 'જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ હોવાનો અમને વારંવાર દાવો કરવામાં આવે છે, તેમ છતાં અમારી પવિત્ર મસ્જિદોમાંથી એક જામિયા મસ્જિદના દરવાજા રમઝાનના છેલ્લા શુક્રવારે બંધ કરીને વહીવટીતંત્ર પોતાના દાવાઓને છતી કરી રહ્યું છે. દરમિયાન હુર્રિયત કોન્ફરન્સે કહ્યું કે મસ્જિદ બંધ કરવી એ જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિના સરકારના દાવાની વિરુદ્ધ છે.
(PTI-ભાષા)