ઈન્દોરઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હોલકર સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં અફઘાનિસ્તાન પર 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ભારતને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ભારતે માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
-
#TeamIndia win the 2nd T20I by 6 wickets, take an unassailable lead of 2-0 in the series.
— BCCI (@BCCI) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/OQ10nOPFs7
">#TeamIndia win the 2nd T20I by 6 wickets, take an unassailable lead of 2-0 in the series.
— BCCI (@BCCI) January 14, 2024
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/OQ10nOPFs7#TeamIndia win the 2nd T20I by 6 wickets, take an unassailable lead of 2-0 in the series.
— BCCI (@BCCI) January 14, 2024
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/OQ10nOPFs7
જયસ્વાલ-દુબેએ શાનદાર અડધી સદી ફટકારી : ભારતના ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 34 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં જયસ્વાલે 6 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. આ સાથે જ સ્ટાર બેટ્સમેન શિવમ દુબેએ સતત બીજી મેચમાં અણનમ અડધી સદી ફટકારી હતી. દુબે 32 બોલમાં 63 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ દરમિયાન તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ બંને ખેલાડીઓએ અફઘાન સ્પિનરોને પછાડ્યા અને મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.
-
Jaiswal, Dube star in the run-chase as India take an unassailable 2-0 lead in the series 🌟#INDvAFG 📝: https://t.co/sjDyeKwWuE pic.twitter.com/L7Z5Syrd8l
— ICC (@ICC) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jaiswal, Dube star in the run-chase as India take an unassailable 2-0 lead in the series 🌟#INDvAFG 📝: https://t.co/sjDyeKwWuE pic.twitter.com/L7Z5Syrd8l
— ICC (@ICC) January 14, 2024Jaiswal, Dube star in the run-chase as India take an unassailable 2-0 lead in the series 🌟#INDvAFG 📝: https://t.co/sjDyeKwWuE pic.twitter.com/L7Z5Syrd8l
— ICC (@ICC) January 14, 2024
અક્ષર પટેલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો : ભારતીય બોલરોએ મેચમાં શાનદાર બોલિંગ કરીને અફઘાનિસ્તાનને મોટો સ્કોર બનાવતા રોકી હતી. 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લેનાર ભારતના સ્ટાર સ્પિનર અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
-
For his bowling figures of 2/17, Axar Patel is adjudged Player of the Match as #TeamIndia win the 2nd T20I by 6 wickets.
— BCCI (@BCCI) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/ectnmGEfN7
">For his bowling figures of 2/17, Axar Patel is adjudged Player of the Match as #TeamIndia win the 2nd T20I by 6 wickets.
— BCCI (@BCCI) January 14, 2024
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/ectnmGEfN7For his bowling figures of 2/17, Axar Patel is adjudged Player of the Match as #TeamIndia win the 2nd T20I by 6 wickets.
— BCCI (@BCCI) January 14, 2024
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/ectnmGEfN7
રોહિત તેની 150મી મેચમાં શૂન્ય પર આઉટ થયો : રોહિત શર્મા આજે 150 T20I મેચ રમનાર પ્રથમ ખેલાડી છે. પરંતુ આ મેચમાં તેનું પ્રદર્શન ખૂબ જ શરમજનક હતું અને તે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. હિટમેને લગભગ 14 મહિના પછી T20 ફોર્મેટમાં વાપસી કરી છે અને તેની વાપસી બાદ તે બે મેચમાં પણ પોતાનું ખાતું ખોલાવી શક્યો નથી. પ્રથમ ટી20 મેચમાં પણ રોહિત શૂન્ય પર આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો.
ભારતે શ્રેણી કબજે કરી : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વખત રમાઈ રહેલી દ્વિપક્ષીય T20માં ભારતે 2-0ની અજેય સરસાઈ મેળવીને શ્રેણી પર કબજો કરી લીધો છે. મોહાલીમાં રમાયેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું અને બીજી T20 મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. 3 મેચની શ્રેણીની છેલ્લી મેચ 17 જાન્યુઆરી, મંગળવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુમાં રમાશે.