ETV Bharat / bharat

Twitter New CEO : ભારતીય મૂળ પરાગ અગ્રવાલ બનશે CEO, જેક ડોર્સીએ આપ્યું રાજીનામું - IIT બોમ્બેમાંથી અભ્યાસ

Twitter ના CEO જેક ડોર્સીએ રાજીનામું (Twitter CEO Jack Dorsey resigns) આપ્યા બાદ તેમના સ્થાને ભારતના મૂળ પરાગ અગ્રવાલનું ટ્વિટરના નવા CEO (Parag Aggarwal Chief Executive Officer of Twitter) તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે IIT બોમ્બેમાંથી અભ્યાસ કર્યો છે.

Parag Aggarwal new CEO Twitter
Parag Aggarwal new CEO Twitter
author img

By

Published : Nov 30, 2021, 6:49 AM IST

Updated : Nov 30, 2021, 10:12 AM IST

  • 16 વર્ષ Twitter ના CEO તરીકે કામ કર્યા બાદ જેક ડોર્સીએ આપ્યું રાજીનામું
  • IIT બોમ્બેમાંથી અભ્યાસ કરનાર પરાગ અગ્રવાલ બનશે નવા Twitterના CEO
  • પરાગ અગ્રવાલ 2011 થી Twitter સાથે કરી રહ્યા છે કામ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાની દુનિયામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં Twitter ના CEO જેક ડોર્સીએ (Twitter CEO Jack Dorsey resigns) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેમની જગ્યાએ મૂળ ભારતીય પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ (Twitter CEO Parag Agrawal), ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (Parag Aggarwal Chief Executive Officer of Twitter) હશે. જેક ડોર્સી ટ્વિટરના CEOનું પદ તેમના અનુગામી પરાગને સોંપશે. ટ્વિટરે તેના હરીફોને ટક્કર આપવા માટે છેલ્લા એક વર્ષમાં ઘણી નવીનતાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

2023 સુધીમાં વાર્ષિક આવક બમણી કરવાનો લક્ષ્ય

માહિતી અનુસાર, ટ્વિટરે ફેસબુક અને ટિકટોક જેવા હરીફો સાથે બજારમાં ટકી રહેવા અને 2023 સુધીમાં તેની વાર્ષિક આવક બમણી કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ઘણા નવા પગલાં લીધા છે. ટ્વિટર દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં જેક ડોર્સીએ (Digital payment platform) કહ્યું કે, તેણે ટ્વિટરમાં ઘણા હોદ્દાઓ પર જવાબદારી નિભાવી છે. તેમણે પ્રથમ સહ-સ્થાપકથી CEOની ભૂમિકા ભજવી હતી. આ બાદ, અધ્યક્ષ પદ પણ સંભાળ્યું છે. આ બાદ એક્ઝિક્યુટિવ ચેરમેન, તત્કાલીન વચગાળાના CEO તરીકે પણ રહ્યા હતા.

અગ્રવાલ ટ્વિટરમાં ચીફ ટેક્નોલોજી ઓફિસર હતા

તેમણે વધુમાં કહ્યું કે, મેં લગભગ 16 વર્ષ સુધી CEO તરીકે કામ કર્યું, પરંતુ હવે મેં નક્કી કર્યું છે કે કંપનીને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. તેથી મારા અનુગામી એટલે કે પરાગ અગ્રવાલ (Parag Agrawal Twitter Net Worth) હવે અમારા નવા CEO હશે. અગ્રવાલ હાલમાં ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) છે. ડોર્સી 2022 માં તેમના કાર્યકાળના અંત સુધી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રહેશે. અગ્રવાલે ટ્વિટર પર લખ્યું કે, તેઓ તેમની નિમણૂકથી અત્યંત સન્માનિત અને ખુશ છે અને ડોર્સીના સતત માર્ગદર્શન અને મિત્રતા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. IIT-Bombay અને Stanford University ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અગ્રવાલ 2011 થી Twitter પર કામ કરે છે અને 2017 થી કંપનીના CTO છે, જ્યારે તેઓ કંપનીમાં જોડાયા ત્યારે કર્મચારીઓની સંખ્યા 1000થી ઓછી હતી.

ડોર્સીએ તેના ટ્વિટર પેજ પર પોસ્ટ કર્યો પત્ર

ડોર્સીએ તેના ટ્વિટર પેજ પર પોસ્ટ કરેલા પત્રમાં લખ્યું છે કે, તે ખૂબ જ દુખી છે પરંતુ કંપની છોડવાથી ખૂબ ખુશ છે અને તે તેનો પોતાનો નિર્ણય છે. અગાઉ, ડોર્સીએ પદ છોડવાના સમાચાર બાદ ટ્વિટરના શેરમાં ઉછાળો આવ્યો હતો. ડોર્સીએ રવિવારે ટ્વિટર પર લખ્યું હતું કે, હું ટ્વિટરને પ્રેમ કરું છું. ડોર્સી સ્ક્વેર નામની અન્ય કંપનીના ટોચના એક્ઝિક્યુટિવ પણ છે. તેમણે આ નાણાકીય ચુકવણી સેવા પ્રદાતા કંપનીની સ્થાપના કરી હતી. કેટલાક મોટા રોકાણકારોએ ખુલ્લેઆમ પ્રશ્ન કર્યો હતો કે, કેવી રીતે ડોર્સી બન્ને કંપનીઓને અસરકારક રીતે દોરી શકે છે.

આ પણ વાંચો:

Last Updated : Nov 30, 2021, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.