ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં સતત 3 દિવસથી પડી રહ્યો છે વરસાદ, કાટમાળ પડવાથી અનેક રસ્તાઓ બંધ - જોશીમઠમાં ભારત કન્સ્ટ્રક્શન કંપનીમાં કાટમાળ આવતા 4 મજૂર

ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત્ છે. ચમોલીમાં છેલ્લા 48 કલાકથી પણ વધુ સમય થયો તેમ છતાં આજે ત્રીજા દિવસે પણ ભારે વરસાદ અને બરફ પડી રહ્યો છે. જોકે, ઉંચાઈવાળા વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાથી જિલ્લામાં તાપમાન ઘટવા લાગ્યું છે. તો નીચાણવાળા વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ઉત્તરાખંડમાં સતત 3 દિવસથી પડી રહ્યો છે વરસાદ, કાટમાળ પડવાથી અનેક રસ્તાઓ બંધ

author img

By

Published : Oct 19, 2021, 3:14 PM IST

  • ઉત્તરાખંડમાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે
  • આજે ત્રીજા દિવસે પણ ભારે વરસાદ અને બરફ પડવાનો સિલસિલો યથાવત્
  • ઉંચાઈવાળા વિસ્તારોમાં થતી હિમવર્ષાથી જિલ્લામાં તાપમાન ઘટ્યું
  • નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું

ઉત્તરાખંડઃ ચમોલીમાં છેલ્લા 48 કલાકથી ચાલી રહેલો અવિરત વરસાદ હજી પણ યથાવત્ છે. ત્યારે ઉંચાઈવાળા વિસ્તારોમાં થતી હિમવર્ષાથી જિલ્લામાં તાપમાન ઘટવા લાગ્યું છે. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સાથે જ ઠંડી પણ શરૂ થઈ ગઈ છે. જોકે, જનપદમાં સતત પડી રહેલા વરસાદના કારણે બદરીનાથ હાઈ-વે 11 સ્થળ પર કાટમાળ પડવાથી તેને બંધ કરી દેવાયો છે. જ્યારે ચમોલીના 17 ગ્રામ્ય રસ્તાને પણ કાટમાળ અને ભૂસ્ખલન થવાના કારણે બંધ કરી દેવાયો છે. બીજી તરફ ચમોલીની નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે. જોકે, નદીઓ ખતરાના નિશાનથી કેટલાક મીટર નીચે વહી રહી છે.

આ પણ વાંચો- ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારે વરસાદ, જુઓ વીડિયો...

અનેક રસ્તાઓ પર વરસાદની અસર જોવા મળી

ગયા રવિવારે બપોર પછીથી ચમોલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, જે ઉભું રહેવાનું નામ નથી લઈ રહી. આનાથી જિલ્લામાં બદરીનાથ હાઈ-વે ગૌચર, બાબા આશ્રમ કર્ણપ્રયાગ, પાખી, પાગલનાલા, ગુલાબકોટી, હાથી પર્વત, લામબગડ, બૈનાકુલી, હનુમાનચટ્ટીને અસર પડી છે. જ્યારે જોશીમઠ-મલારી હાઈ-વે સલધાર અને તમકમાં પણ અસર પડી છે. તો કર્ણપ્રયાગ ગ્વાલદમ રસ્તો થરાલીના નાસીર બજારમાં કાટમાળ આવવાથી તે બંધ થયો છે. આ ઉપરાંત કર્ણપ્રયાગ-ગૈરસેંણ રોડ ભટોલી, ઘાટ-નંદપ્રયાક રસ્તો પણ સૈતોલી અને સેરામાં અસરગ્રસ્ત થયો છે, જેનાથી જિલ્લામાં અવરજવર કરનારા લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે સ્થાનિક તંત્રએ વરસાદ બંધ થવા સુધી બદરીનાથ જતા તીર્થયાત્રીઓને સુરક્ષિત સ્થળ પર રોક્યા છે.

આ પણ વાંચો- ઉત્તરાખંડ પ્રવાસે ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ફસાયા, મુખ્યપ્રધાન એક્શનમાં આવ્યા

બદરીનાથ ધામની યાત્રાના યાત્રાળુઓને સુરક્ષિત સ્થળ પર રહેવાની સલાહ

ચમોલીમાં મોડી રાત 12 વાગ્યાથી વીજળી પણ બંધ થઈ ગઈ છે. સાથે જ જોશીમઠમાં ભારત કન્સ્ટ્રક્શન કંપનીમાં કાટમાળ ઘુસવાથી 4 મજૂર ઈજાગ્રસ્ત થયા છે. કર્ણપ્રયાગમાં પિંડર નદી ખતરાના નિશાનથી ત્રણ મીટર નીચે વહી રહી છે. જ્યારે અલકનંદા નદી ખતરાના નિશાનથી 2.12 અને નંદાકિની નદી પણ 3.25 મીટર નીચે વહી રહી છે. તેવામાં ચમોલી તંત્ર તરફથી બદરીનાથ ધામની યાત્રા પર આવતાજતા તીર્થયાત્રીઓની સાથે જ અન્ય લોકોને વાતાવરણ સારું થવા સુધી સુરક્ષિત સ્થળો પર રહેવાની વાત કહેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.