ETV Bharat / bharat

Chandrayaan 3: શ્રીહરિકોટાથી ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ, 40 દિવસ પછી ચંદ્ર પર લેન્ડિંગ કરશે - ISRO Chandrayaan 3

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે અવકાશમાં મોકલવામાં આવ્યું છે. ચંદ્રયાન-2ના લોન્ચિંગના 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી ભારતે શુક્રવારે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું. આ પ્રોજેક્ટનો હેતું રોવરયાનને દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવાનો અને ચંદ્ર પર સંશોધન કરવાનો છે.

ISRO Chandrayaan 3: ચંદ્રયાન માટે કાઉન્ટડાઉન શરૂ, હવે મિશન સોફ્ટ લેન્ડિગ

author img

By

Published : Jul 14, 2023, 7:41 AM IST

Updated : Jul 14, 2023, 3:05 PM IST

ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ

શ્રીહરિકોટાઃ ઈસરોએ આજે બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. ઈસરોનું આ ત્રીજું ચંદ્ર મિશન છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું. આ મિશન લગભગ 40 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. હજારો લોકોની હાજરીમાં ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું હતું.

લેન્ડરનું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનું લક્ષ્ય: ભારતના આ ત્રીજા ચંદ્ર મિશનમાં પણ અવકાશ વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સમગ્ર દુનિયાનું ધ્યાન અત્યારે ભારતમાં આવેલા શ્રીહરિકોટા પર છે. જ્યાથી આ યાન રવાના થવાનું છે. ચંદ્રયાન શ્રેણીનું આ ત્રીજું યાન છે. ચંદ્રયાન 2ની જેમ આ યાનનો હેતું પણ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સુરક્ષિત લેન્ડ કરીને સંશોધન કરવાનો છે. આ પ્રોજેક્ટ સફળ થયો તો ચંદ્ર પર તિરંગો લહેરાશે.

'ચંદ્રયાન-3' મિશનનો હેતું: ચંદ્ર મિશન દ્વારા ISROના વૈજ્ઞાનિકો ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવા, લેન્ડરનો ઉપયોગ કરીને ચંદ્રની સપાટી પર 'સોફ્ટ-લેન્ડિંગ' કરવા અને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે લેન્ડરનો ઉપયોગ કરવા સહિત વિવિધ ક્ષમતાઓ દર્શાવવાનું લક્ષ્ય રાખે છે. તેમાં પ્રક્ષેપણનો સમાવેશ થાય છે. LVM3M4 રોકેટ ISROના મહત્વકાંક્ષી 'ચંદ્રયાન-3'ને ચંદ્ર પર લઈ જશે. આ રોકેટને પહેલા GSLVMK3 કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને 'ફેટ બોય' પણ કહે છે.

ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ

PM મોદીએ પાઠવી શુભકામનાઓ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા ચંદ્રયાન મિશન માટે શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે 14 જુલાઈ, 2023 ભારતીય અવકાશના ક્ષેત્રમાં હંમેશા સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે અને રાષ્ટ્રની આશાઓ અને સપનાઓને આગળ વધારશે. તેમણે કહ્યું, 'ચંદ્રયાન-3 મિશન માટે શુભેચ્છાઓ! હું તમને બધાને આ મિશન અને અવકાશ, વિજ્ઞાન અને નવીનતામાં અમે કરેલી પ્રગતિ વિશે વધુને વધુ જાણવાની વિનંતી કરું છું. આ તમને બધાને ખૂબ ગર્વ કરશે.

'ચંદ્રયાન-2' થયું હતું નિષ્ફળ: 'ચંદ્રયાન-2' મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર 'વિક્રમ' પાથના વિચલનને કારણે 'સોફ્ટ લેન્ડિંગ' કરી શક્યું ન હતું. જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રયાસમાં અનેક લોકો જોડાયેલા છે. પ્રોજેક્ટને લઈને સમગ્ર ટીમે પ્રભુને પ્રાર્થના કરી હતી.

સોફ્ટ લેન્ડિંગ ટાર્ગેટઃ ઈસરોએ ઓગસ્ટના અંતમાં 'ચંદ્રયાન-3'ના 'સોફ્ટ લેન્ડિંગ'ની યોજના બનાવી છે. એવી અપેક્ષા છે કે આ મિશન ભવિષ્યના આંતરગ્રહીય મિશન માટે મદદરૂપ થશે. ચંદ્રયાન-3 મિશન જેમાં સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવરનો સમાવેશ થાય છે તેનો હેતુ આંતર-ગ્રહીય મિશન માટે જરૂરી નવી ટેકનોલોજી વિકસાવવા અને તેનું પ્રદર્શન કરવાનો છે. આ મિશન LVM3ની ચોથી ફ્લાઇટ છે, જેનો ઉદ્દેશ્ય 'ચંદ્રયાન-3' ને જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાનો છે.

  1. Chandrayaan 3 Mission: અમદાવાદ ISROનો મહત્વનો ફાળો, 11 જેટલી વસ્તુ બનાવીને ચંદ્રયાન અંદર મૂકવામાં આવી
  2. Chandrayaan-3: 14 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, સાયન્સ સિટી ખાતે કાર્યક્રમ

Last Updated : Jul 14, 2023, 3:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.