ETV Bharat / bharat

ઈસ્લામાબાદ હાઈકોર્ટે કુલભૂષણ જાધવ કેસની સુનાવણી 5 ઓક્ટોબર સુધી ટાળી

પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટેના દેશ એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાનના અનુરોધ પર મોતની સજા પામી ચૂકેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ માટે એક વકીલ નિયુક્ત કરવાની સરકારની અરજી પર સુનાવણી 5 ઓક્ટોબર સુધી સ્થગિત કરી છે. એક રિપોર્ટ અનુસાર, કોર્ટે ભારતીય ઉચ્ચાયોગના વકીલની સુનાવણીની આગામી તારીખ પર કોર્ટ સમક્ષ રજૂ કરવાની નોટિસ જાહેર કરી છે. 7 મેએ મામલાની છેલ્લી સુનાવણીમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની ઉચ્ચ બેન્ચે ભારતને 15 જૂન સુધી જાધવ માટે વકીલ નિયુક્ત કરવાનો વધુ એક મોકો આપ્યો હતો.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે કુલભૂષણ જાધવ કેસની સુનાવણી 5 ઓક્ટોબર સુધી ટાળી
ઈસ્લામાબાદ હાઈકોર્ટે કુલભૂષણ જાધવ કેસની સુનાવણી 5 ઓક્ટોબર સુધી ટાળી
author img

By

Published : Jun 16, 2021, 1:11 PM IST

  • ઈસ્લામાબાદ હાઈકોર્ટે કુલભૂષણ જાધવ કેસની સુનાવણી 5 ઓક્ટોબર સુધી ટાળી
  • કુલભૂષણ જાધવ માટે એક વકીલ નિયુક્ત કરવાની સરકારની અરજી પણ થઈ સુનાવણી
  • હાઈકોર્ટને બેન્ચે ભારતને 15 જૂન સુધી જાધવ માટે વકીલ નિયુક્ત કરવા જણાવ્યું હતું

ન્યૂઝ ડેસ્કઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નેવીના નિવૃત્ત કર્મચારી કુલભૂષણ જાધવની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી થઈ હતી. પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટેના દેશ એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાનના અનુરોધ પર મોતની સજા પામી ચૂકેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ માટે એક વકીલ નિયુક્ત કરવાની સરકારની અરજી પર સુનાવણી 5 ઓક્ટોબર સુધી સ્થગિત કરી છે. એક રિપોર્ટ અનુસાર, કોર્ટે ભારતીય ઉચ્ચાયોગના વકીલની સુનાવણીની આગામી તારીખ પર કોર્ટ સમક્ષ રજૂ કરવાની નોટિસ જાહેર કરી છે. 7 મેએ મામલાની છેલ્લી સુનાવણીમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની ઉચ્ચ બેન્ચે ભારતને 15 જૂન સુધી જાધવ માટે વકીલ નિયુક્ત કરવાનો વધુ એક મોકો આપ્યો હતો.

આ પણ વાંચો- જાધવ કેસમાં સરકારે ભારતની પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરે સરકાર: ઇસ્લામાબાદ હાઈકોર્ટ

પાકિસ્તાની સંસદના નીચલા સદને ગયા ગુરૂવારે આઈસીજે બિલ 2020ને મંજૂરી આપી

છેલ્લા થોડા દિવસોમાં પાકિસ્તાન સરકારે નેશનલ એસેમ્બલીથી એક એવું બીલ પસાર કર્યું હતું, જે અંતર્ગત ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોતની સજા સામે અપીલ કરવાનો અધિકાર આપી દીધો છે. પાકિસ્તાની સંસદના નીચલા સદને ગયા અઠવાડિયે ગુરૂવારે આઈસીજે (સમીક્ષા અને પુનઃવિચાર) બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ વિધેયકમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ના આદેશ અનુસાર જાધવને ડિપ્લોમેટિક પહોંચ આપવાની પણ પરવાનગી આપવામાં આવી છે.

આ પણ વાંચો- કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન મુળ મુદ્દાનું નિરાકરણ કરેઃ ભારત

વર્ષ 2017માં જાસૂસના આરોપમાં કુલભૂષણ જાધવની થઈ હતી ધરપકડ

સેવાનિવૃત્ત ભારતીય નૌસેનાના અધિકારી જાધવને એપ્રિલ 2017માં એક પાકિસ્તાની સૈન્ય કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. ભારતે જાધવને ડિપ્લોમેટિક પહોંચથી ઈનકાર કરવા અને મોતની સજાને પડકારવા માટે પાકિસ્તાન સામે ICJનો દરવાજો ખટકાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.