ETV Bharat / bharat

શું ખરતા વાળની કોઈ સારવાર હોઈ શકે છે ?

ખરતા વાળ લોકોની અંગત અને વ્યવસાયીક જીંદગીમાં અસર પહોંચાડી શકે છે. તે લોકોને સાયકોલોજીકલી અને સાયકોસોસીયલી અસર કરીને તેનામાં લઘુતા ગ્રંથી, આત્મગૌરવ પર અસર અને તનાવને જન્મ આપી શકે છે. ખાસ કરીને આ લક્ષણો પોસ્ટ કોવિડ પછીના દર્દીઓમાં ખાસ જોવા મળે છે. જ્યારે વિવિધ સેલેબ્સે આ બાબતે ટ્વીટ કરવાનું શરૂ કર્યુ ત્યારે આ બાબતને વધુ પ્રસીદ્ધી મળી હતી.

author img

By

Published : Mar 16, 2021, 11:03 PM IST

ખરતા વાળ
ખરતા વાળ

ન્યૂઝ ડેસ્ક : ડૉ. બત્રાસ ગૃપ ઓફ કંપનીઝના વાઇઝ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અને ટ્રાઇલોકોજીકલ સોસાયટી, લંડનના પ્રથમ ભારતીય પ્રેસીડન્ટ એવા ડૉ. અક્ષય બત્રાએ ETV Bharat Sukhibhavaની ટીમ સાથે વાત કરી હતી.

ડૉ. બત્રાસ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યુ કે, 75 ટકા મહિલાઓને ટાલિયો પુરૂષ ઓછો આકર્ષક લાગે છે. 80 ટકા પુરૂષો લાંબા વાળ ધરાવતી મહિલાઓને વધારે પ્રાધાન્ય આપે છે. 81 ટકા લોકો પરંપરાગત સારવાર ઉપરાંત વૈક્લપીક સારવારને વધુ પ્રાધાન્ય આપે છે. 88 ટકા લોકો માને છે કે વાળ એ આખા દેખાવનો મુખ્ય આકર્ષક ભાગ છે.

ખરતા વાળના કારણો આ પ્રમાણે હોઈ શકે છે:

જે લોકો ઝીરો ફીગરથી પ્રભાવીત છે તેઓ આવી અવાસ્તવીક અપેક્ષાઓથી મોટા પ્રમાણમાં પ્રભાવીત થયેલા હોય છે.

તનાવપૂર્ણ પરીસ્થીતિઓ

દવાઓ, ઓપરેશન, થાઇરોઇડ અને મેલેરીયા જેવી બીમારીઓ ખરતા વાળનું કારણ બની શકે છે.

હોર્મોનલ ચેન્જ ને કારણે સુવાવડ પછી અને મોનોપોઝ સમયે વાળ ખરવા સ્વાભાવીક છે. એસ્ટ્રોજન વાળ વધવામાં મદદ કરે છે જ્યારે પ્રોજેસ્ટ્રોજન વાળ ખરવા માટે કારણભૂત બને છે. જીવનના આ બંન્ને કાળ દરમીયાન એસ્ટ્રોજન ઓછુ થાય છે અને તેના કારણે વાળ ખરે છે. માટે આવા કિસ્સાઓમાં વાળ ફરી વધવા માટે આપણે ત્રણ મહિના સુધી રાહ જોવી જોઈએ. PCOD/Sના દર્દીઓમાં પણ આ અસરો જોવા મળે છે.

સખત પાણી અથવા એવી જગ્યાએ સ્થળાંતર કે જ્યાં સખત પાણી હોય છે તે પણ વાળ ખરવાનું કારણ બની શકે છે.

સામાન્ય રીતે આપણા વાળ વધે છે-ત્યાર બાદ રીસેટ થાય છે-ત્યાર બાદ ખરે છે અને ફરી એક વાર ઉગે છે. જ્યારે આ સાયકલમાં અસંતુલન સર્જાય છે ત્યારે આપણે તેને ‘વાળ ખરવા’ એમ કહીએ છીએ અને વાળ ખરવાને કારણે થતી ટાલનું અવલોકન કરવા લાગીએ છીએ. વાળની સામાન્ય વૃદ્ધીના તબક્કામાં જ્યારે તાણ કે આંચકો આવે છે ત્યારે વાળ ખરવાનું શરૂ થઈ શકે છે.

વાળ ખરવાનો તબક્કો છ અઠવાડીયા થી ત્રણ મહિનાની વચ્ચે આવી શકે છે માટે કહી શકાય કે તમે તેનું અવલોકન કરવાનું શરૂ કરો તેના છ અઠવાડીયાથી ત્રણ મહિનાની અંદર આ સમયગાળો આવ્યો હોઈ શકે છે.

વાળ ખરવાના પરીણામે આઘાત શા માટે લાગે છે ?

વાળ એ શરીરમાં સૌથી ઝડપથી વધતો સેલ છે. વાળના સેલ ઝડપથી વધે છે અને માટે તેને વધુ પોષણની જરૂર પડે છે.

વાળ ખરવાના કેટલાક પ્રકારો

વાળના મુળમાં કોઈ અસર ન પહોંચી હોય અને આવા વાળ 100 ટકા પરત આવે છે કારણ કે આ વાળ કાયમી માટે ખર્યા હોતા નથી.

ટેલોજેન એફ્લુવીયમ/ટ્રાયકોટીલોમોનીયા (ટ્રાયકોટીલોમોનીયા એટલે કે વાળ ખેચાવા જે 70 ટકા ટીનેજરમાં અને 30 ટકા મહિલાઓમાં ખુબ સામાન્ય છે, પરંતુ જ્યારે વાળની કોશીકાઓમાં સંકોચન થાય છે તેવા કિસ્સાઓમાં એટલે કે એન્ડ્રોજેનીક એલોપેસીયાના કિસ્સામાં વાળ પરત આવવાનું મુશ્કેલ બને છે. વાળ ખરવાનું કારણ જાણો અને તે પ્રમાણે તેની સારવાર કરો. - અલગ અલગ પ્રકારના ખરતા વાળ માટે અલગ અલગ સારવાર ઉપલબ્ધ છે. આયરનની ખામી, થાઇરોઇડ, પીસીઓડી અને હોર્મોનલ ચેન્જ જેવા મેડીકલ કારણોનું સમાધાન કરવુ વધુ સરળ છે.

સૌથી સામાન્ય સારવાર

પોષક તત્વોની ખામીની સારવાર સાથે હોમિયોપથીની સારવાર. અમે હોમિયોપથીની સાથે ડૉ. બત્રાની એસટીએમ સેલ અને એચવીટી ટ્રીટમેન્ટનો પણ અનુરોધ કરીએ છીએ.

ખરાબ કિસ્સાઓમાં હેર ટ્રાન્સપ્લાન્ટ, વીગ, ઇન્સ્ટન્ટ હેક સ્પ્રે તમારા માથા પર પુરતા વાળ આપી શકે છે. સારવારનો પ્રકાર ઉંમર, વ્યક્તિની જરૂરીયાત, વાળ ખરવાના સ્ટેજ અને ખરતા વાળના કારણો પર આધાર રાખે છે. ખરતા વાળ અને તેની જાતે સારવાર - જો તમારા ખરતા વાળનુ કારણ તમે જાણતા હોય તો તમે તેની સારવાર કઈ રીતે કરવી એ પણ સમજો છો. જો તમે તમારા ખરતા વાળનું કારણ જાણતા નથી તો કોઈ પણ પ્રકારની ટોપીકલ કે કોસ્મેટીક સારવાર તમને મદદરૂપ થઈ શકશે નહી અને આ સારવાર માત્ર થોડા સમય પુરતી બની રહેશે. દર્દીઓ સાથેની વાતચીત ખુબ પારદર્શક હોવી જોઈએ. હંમેશા દર્દીનો હાથ પકડી રાખવો જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.