ETV Bharat / bharat

ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ પોલીસે અટકાયતમાં લીધા બાદ મહસા અમીનીનું થયું મોત - ઈરાનની નૈતિકતા પોલીસ

ઈરાનની નૈતિકતા પોલીસની (Iran Morality Police) કસ્ટડીમાં કોમામાં જતાં યુવતીનું મૃત્યુ (Iran Mahsa Amini dies) થયું છે. આ પછી સોશિયલ મીડિયા પર ગુસ્સો ફેલાયો છે. 22 વર્ષીય મહસા અમીની તેના પરિવાર સાથે તેહરાન જઈ રહી હતી, ત્યારે 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછી ઈરાનમાં મહિલાઓ માટે ફરજિયાત ડ્રેસ કોડ લાગુ કરવા માટે જવાબદાર નિષ્ણાત પોલીસ યુનિટ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.

ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ પોલીસે અટકાયતમાં લીધા બાદ મહસા અમીનીનું થયું મોત

author img

By

Published : Sep 17, 2022, 2:19 PM IST

ઈરાન: હિજાબ પહેરવાના નિયમોનું પાલન ન કરવા બદલ નૈતિકતા પોલીસ (Iran Morality Police) દ્વારા ધરપકડ કરવામાં આવ્યાના દિવસો બાદ 22 વર્ષીય ઈરાની મહિલાનું મૃત્યુ (Iran Mahsa Amini dies) થયું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, મહસા અમીનીને મંગળવારે તેહરાનમાં ધરપકડ દરમિયાન પોલીસ વાનની અંદર માર મારવામાં આવ્યો હતો. પોલીસે આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, અમીનીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તાજેતરના અઠવાડિયામાં ઈરાનમાં સત્તાવાળાઓ દ્વારા મહિલાઓ વિરુદ્ધ ક્રૂરતાના અહેવાલોની શ્રેણીમાં આ બીજી ઘટના છે.

મૃત્યુ પહેલા અમીનીના હતી કોમામાં : અમીનીના પરિવારનું કહેવું છે કે, તે સ્વસ્થ યુવતી હતી. તેમને એવી કોઈ બીમારી નહોતી કે અચાનક તેમને હાર્ટ એટેક આવે. જો કે, તેને જાણ કરવામાં આવી હતી કે, તેની ધરપકડના થોડા કલાકો બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતો. પરિવારે જણાવ્યું હતું કે, શુક્રવારે તેણીના મૃત્યુ પહેલા તેણી કોમામાં હતી. તેહરાન પોલીસે જણાવ્યું હતું કે, અમીનીને હિજાબ વિશે શિક્ષિત કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

  • Molla rejimi demek cinayet demek.

    22 yaşında hayatının baharında olan #Mahsa_Amini, İran’da ahlak polisi tarafından sırf başörtüsünden saçının telleri gözüküyor diye feci şekilde dövüldü.

    Komaya giren Mahsa, bugün hayatını kaybetti. pic.twitter.com/pdxf1DERDR

    — Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈરાનીઓ નૈતિકતા પોલીસનો વિરોધ કરી રહ્યા છે : ઈરાનમાં અમીનીનું મૃત્યુ તેના દમનકારી કૃત્યોના વધતા અહેવાલોને પગલે નોંધપાત્ર છે. તાજેતરના દિવસોમાં, હિજાબ ન પહેરવા બદલ કેટલીક મહિલાઓને સરકારી કચેરીઓ અને બેંકોમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવાના અહેવાલો પણ ઈરાનથી આવ્યા હતા. સરકાર તરફી વ્યક્તિઓ સહિત ઘણા ઈરાનીઓ નૈતિકતા પોલીસનો વિરોધ કરી રહ્યા છે, જેને ગાઈડન્સ પેટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈરાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હેશટેગ મર્ડર પેટ્રોલ ટ્રેન્ડ કરી રહ્યું છે.

ઈરાનીઓ સુપ્રીમ લીડર અલી ખમેનીને દોષી ઠેરવે છે : સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યો છે જેમાં અધિકારીઓ મહિલાઓને કસ્ટડીમાં લેતા, તેમને જમીન પર ખેંચતા અને બળજબરી કરતા જોઈ શકાય છે. આ માટે ઘણા ઈરાનીઓ સીધા સુપ્રીમ લીડર અલી ખમેનીને દોષી ઠેરવે છે. તેમનું એક જૂનું ભાષણ સોશિયલ મીડિયા પર ફરીથી શેર કરવામાં આવી રહ્યું છે જેમાં તેઓ ઇસ્લામિક શાસન હેઠળ મહિલાઓને ઇસ્લામિક ડ્રેસ કોડનું પાલન કરવા માટે દબાણ કરવામાં આવે છે તે ન્યાયી ઠેરવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.