ETV Bharat / bharat

IPL 2022 : ગુજરાતનો વિજય રથ અટક્યો, પંજાબે આપી કરારી હાર - ગુજરાત ટાઇટન્સ હાર્યુ

IPL 2022 ની 48મી મેચ(48th match of IPL 2022) ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans) અને પંજાબ કિંગ્સ(Punjab Kings) વચ્ચે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ મેચ ખાતે રમાઈ હતી. શિખર ધવન અને કાગીસો રબાડા (4 વિકેટ)ના શાનદાર પ્રદર્શનને કારણે પંજાબ કિંગ્સે મંગળવારે IPL 2022ની 48મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 8 વિકેટથી હરાવ્યું હતું.

v
IPL 2022
author img

By

Published : May 4, 2022, 6:39 AM IST

Updated : May 4, 2022, 8:33 AM IST

મુંબઈ: શિખર ધવન અને કાગીસો રબાડા (4 વિકેટ)ની મદદથી પંજાબ કિંગ્સે મંગળવારે IPL 2022 ની 48મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 8 વિકેટથી હરાવ્યું(Gujarat Titans lost) હતું. નવી મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 143 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સે 24 બોલમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

આ પણ વાંચો - IPL 2022: જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કેમ છોડી, ધોનીએ કર્યો ખુલાસો

પંજાબની શાનદાર જીત - પંજાબ તરફથી ઓપનર શિખર ધવને સૌથી વધુ 62 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 53 બોલની ઈનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. તેણે ભાનુકા રાજપક્ષે (40) સાથે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. ભાનુકાએ 28 બોલમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ લિયામ લિવિંગસ્ટોને શમીની ઓવરમાં 3 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. તેણે 10 બોલમાં 2 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા અને અણનમ પરત ફર્યો.

આ પણ વાંચો - ધોની કેપ્ટન બનતાની સાથે જ ચેન્નાઈ એક્સપ્રેસ ફરી જીતના પાટા પર, જૂઓ પોઈન્ટ ટેબલમાં કયા ક્રમે

ગુજરાતનું મિડલ ઓર્ડર ખોરવાયું - સાઈ સુદર્શન (અણનમ 65)ની શાનદાર બેટિંગને કારણે ગુજરાત ટાઇટન્સ (GT) એ પંજાબ કિંગ્સ (PBKS)ને 144 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કાગીસો રબાડાએ ચાર વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ, લિયામ લિવિંગસ્ટોન અને ઋષિ ધવને એક-એક વિકેટ લીધી હતી.

Last Updated : May 4, 2022, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.